Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંખ્યાબંધ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી તમામ લોકો મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જે રાજસ્થાન સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં તેમના વિરૂદ્ધ વાહનચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસ પકડેલા આરોપીઓમાં શંકરસિંહ રાવત અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં રાજસ્થાનના પાલી જિલ્લામાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે અન્ય આરોપીઓ આ વાહન ચોરી કરવા માટે ટૂકડી બનાવી સાથે રહેતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 12 જેટલા મોટરસાયકલ ચોરીના કબજે કરી 27 જેટલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની એવી છે કે આ ગેંગ વાહનોના સ્ટેયરિંગ લોક તોડીને પાર્ક કરેલા વાહનોની ચોરી કરતી હતી. આ ગેંગે છેલ્લા મહિનામાં સંખ્યાબંધ વાહનોની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે.