ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ 4 થી વધુના મોતની આશંકા

ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો

ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ 4 થી વધુના મોતની આશંકા

Mysamachar.in-સુરેન્દ્રનગર:દુર્ગેશ મહેતા:

સુરેન્દ્રનગર જીલ્લામાં વધુ એક અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી છે, માલવણ હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત બાદ ગાડી સળગી જતા 5 લોકો જીવતાં ભુંજાઈ ગયા છે. આગળ જતાં ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી જતા કારમાં સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી અને અકસ્માતમાં ઘવાયેલા લોકો કારની બહાર ન નીકળી શકતા કારમાં સવાર લોકો અને ડ્રાઈવર સહિત તમામ આગની ચપેટમાં આવી જતાં મોતને ભેટ્યા હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે, મળતી માહિતી મુજબ આ ઘટનામાં 4 થી વધુના મોતની આશંકા સેવાઈ રહી છે.બનાવ બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચી છે અને વિશેષ તપાસ ચાલી રહી છે, જે બાદ જ આ અકસ્માતમાં મૃતકો કોણ અને કઈ રીતે અકસ્માત થયો તેની  વિગતો સામે આવી શકશે.