કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ઘુમાડાના ગોટેગોટા કિલોમીટર દુર જોવા મળ્યા

આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું

કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ઘુમાડાના ગોટેગોટા કિલોમીટર દુર જોવા મળ્યા

Mysamachar.in-પંચમહાલ

રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં આજે બપોરના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળી છે. જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. મળતા અહેવાલો મુજબ આગના ધૂમાડા 20 કિ.મી. દૂર ઘોઘંબા સુધી દેખાઇ રહ્યા છે. સાવચેતીના પગલારૂપે આસપાસના 2 કિ.મી.ના વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 3 થી 4 ટન કેમિકલની ટાંકીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિની સમીક્ષા કરવા સ્થળ પર પહોચ્યા છે.