ફ્રુટના વેપારી પર હુમલો કરી લુંટ ચલાવનાર બન્નેને A ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા

તમામ મુદામાલ કબજે

ફ્રુટના વેપારી પર હુમલો કરી લુંટ ચલાવનાર બન્નેને A ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા

My samachar.in:-જામનગર

સુભાષ શાકમાર્કેટ ગીતા ફ્રુટ નામની દુકાનમાં થયેલ લુટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસ પોલીસે ઝડપી પાડ્યા છે.જામનગર શહેરના શાકમાર્કેટ આશાપુરા મંદિર સામે આવેલી ફુટના દુકાનદાર પાસે અવાર નવાર પૈસાની માંગણી કરતા શખ્સોને પૈસા આપવાની ના પાડતા તે શખ્સોએ બુધવારે સવારના સમયે વેપારી ઉપર પાઇપ વડે હુમલો કરી રોક્ડ અને મોબાઇલ મળી 25 હજારની લૂંટ ચલાવી પતાવી દેવાની ધમકી આપી હતી.પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મુજબ, જામનગર શહેરમાં હિમતનગર શેરી નં.2 માં રહેતા રાજપાલ ચંદીરામ બાલચંદાણી નામના પ્રૌઢ શાકમાર્કેટ આશાપુરા મંદિર સામે ફૂટની દુકાન ચલાવે છે અને તેમની પાસેથી શાકમાર્કેટ વિસ્તારમાં રહેતાં અવેહ હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો દુકાનદાર પાસેથી અવાર-નવાર રૂપિયાની માંગણી કરતાં હતાં...

દરમિયાન ગત બુધવારે વહેલીસવારના સમયે પણ ફરીથી આ બન્ને શખ્સોએ પ્રૌઢ વેપારી પાસેથી રૂપિયાની માંગણી કરતાં રૂપિયા આપવાની ના પાડતા રાજપાલ બાલચંદાણી નામના વેપારીને અપશબ્દો બોલી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો તેમજ વચ્ચે પડેલા વેપારીના ભાઈને પણ માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બન્ને શખ્સોએ દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 10 હજાર જેટલી રોક્ડ રકમ અને 15 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.25000 ની માલમતાની લૂંટ ચલાવી અને બન્ને વેપારી ભાઇઓને મારી નાખવાની ધમકી આપી જે ગુન્હો નોંધાયા બાદ જામનગર સીટી એ ડીવીઝન પી.આઈ.એમ.જે.જલુના માર્ગદર્શનમાં ટીમે અવેશ હનીફભાઇ શેખ તથા સાઉ હનીફભાઇ શેખ કુલ રૂપીયા 10,000/- તથા LYF કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ-15000/-મળી આવતા જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. મુદામાલ તરીકે કબ્જે કરી લુટનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.