પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહક બેઠક યોજાશે

પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહક બેઠક યોજાશે

my samachar.in-જામનગર:

ટપાલ વિભાગ,જામનગર દ્વારા ટપાલ સેવાને લગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે આગામી તા.૨૦.૦૯.૨૦૧૮ (ગુરુવાર)ના બપોરે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી હોટલ આરામ,જામનગર મુકામે ગ્રાહક બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે,આ બેઠક જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ગુજરાત સર્કલ ના ચીફ પોસ્ટમાસ્તર જનરલ ગૌતમ ભટ્ટાચાર્ય ની અધ્યક્ષતા હેઠળ યોજાશે,

આ બેઠક જામનગરની ટપાલ સેવાઓ ને લગતા સૂચનો અને મુશ્કેલીઓના યોગ્ય ઉકેલ માટે યોજવામાં આવેલ છે,તેથી જે ગ્રાહકોને ટપાલ સેવાઓ વિષે તેમના સૂચનો આપવાના હોય કે મુશ્કેલીઑ હોય તેઓ તેમના સૂચનો અને પ્રશ્નો સુપ્રિ.ઓફ.પોસ્ટ ઓફિસિઝ,જામનગર ડિવિઝન,જામનગર ને ૧૭.૦૯.૨૦૧૮ સુધીમાં પહોંચે તે રીતે મોકલી આપે જેથી આ બેઠકમાં તેની ચર્ચા કરી શકાય તેવો અનુરોધ અખબારીયાદીમાં કરાયો છે.