કોરોના મહામારીને અવગણી ધમધમતા ટ્યુશન ક્લાસના સંચાલક સામે દ્વારકામાં ગુનો નોંધાયો

અગાઉ જામનગર શહેરમાં બે ટ્યુશન ક્લાસ વિદ્યાર્થી નેતાઓએ બંધ કરાવ્યા હતા

કોરોના મહામારીને અવગણી ધમધમતા ટ્યુશન ક્લાસના સંચાલક સામે દ્વારકામાં ગુનો નોંધાયો
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે શાળા-કોલેજો બંધ થઈ રહ્યા છે અને વિવિધ પ્રકારના પ્રતિબંધો મુકાયા છે. આ વચ્ચે દ્વારકાની શૈક્ષણિક સંસ્થા તથા કોમ્પ્યુટર ક્લાસમાં વિદ્યાર્થીઓને તથા વાલીઓને એકત્ર કરી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવા સબબ દ્વારકા પોલીસે મહિલા સંચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની વિગત મુજબ દ્વારકામાં આલમા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ નામની શૈક્ષણિક સંસ્થા સાથે અકેન એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડના કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક તરીકે રહેલા અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ ખાતે રહેતા રશ્મિબેન ખટાઉભાઈ ગોરી નામના  યુવતી દ્વારા ગઈકાલે રવિવારે પોતાના ક્લાસીસમાં નાના બાળકોને શૈક્ષણિક હેતુસર બોલાવવામાં આવ્યા હતા.

નાના બાળકો તથા છોકરા છોકરીઓ ને પોતાના કોમ્પયુટર કલાસમા બોલાવી અને છોકરીઓને લેવા મુકવા માટે તેઓના વાલીઓને કલાસીસ બહાર ભેગા(મેળવડો) કરતા મળી આવેલ જેમા હાલ કોરોના કોવીડ-19 વાઇરસના સંક્રમણના થવાનો તથા જાહેરમા મેળાવડો નહી કરવા અને સોસ્યિલ ડીસ્ટન્સ તથા માસ્ક પહેરવા બાબતેનુ જાહેરનામુ અમલમા હોય તેમ જાણવા છતા પણ પોતાની નૈતીક ફરજ બજાવેલ નહી અને મેળાવડો કરી કોરોના કોવીડ-19 વાઇરસ ચેપીરોગ હોય જે મેળાવડાથી ફેલાવવાની શકયતા રહેલી હોય એક સંચાલક તરીકેની જરૂરી ફરજ ન નિભાવવા બદલ દ્વારકા પોલીસે રશ્મિબેન સામે જાહેરનામા ભંગની કલમ 188 તથા 269 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.