લગ્નપ્રસંગે હવામાં ભડાકા ભારે પડ્યા નોંધાયો ગુન્હો 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાની છે ઘટના 

લગ્નપ્રસંગે હવામાં ભડાકા ભારે પડ્યા નોંધાયો ગુન્હો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

લગ્નપ્રસંગ સહિતના પ્રસંગોએ જોશમાં આવી જઈને કેટલાક હથિયાર પરવાના ધારકો એવા હોય છે જે જાહેરમાં કોઈનો જીવ જોખમાઈ તે રીતે હવામાં ફાયરીંગ કરે છે, પણ આવા કિસ્સાઓ જયારે સામે આવે ત્યારે ગુન્હો નોંધાય છે, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ગત તારીખ 15મી નવેમ્બરના રોજ એક લગ્નપ્રસંગમાં કરવામાં કરવામાં આવેલા ત્રણ રાઉન્ડ ફાયરિંગ સંદર્ભે ખંભાળિયા પોલીસ મથકમાં જામનગરના રહીશ એવા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે હાલ જામનગર ખાતે રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના વિરપર ગામના રહીશ એવા મનોજ માલદે લગારીયા નામના શખ્સ સામે ધોરણસર ફરીયાદ અહીંની પોલીસમાં નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ થોડા દિવસ પૂર્વે એક પ્રસંગમાં બંદૂકમાંથી હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો વિડિયો તેમના ધ્યાને આવતા આ અંગે તપાસ કરવામાં આવતા ગત તારીખ 15 નવેમ્બરના રોજ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા ખીમાભાઈ નગાભાઈ ચાવડા નામના એક આસામીના પરિવારમાં લગ્ન પ્રસંગે મામેરાની વિધિ દરમિયાન જામનગરના મનોજ માલદે લગારીયા દ્વારા આત્મરક્ષણ અંગેના પરવાનાવાળા હથિયાર (અગ્નિ શસ્ત્ર) માંથી લગ્ન પ્રસંગમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આમ, હથિયારબંધી અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ મૂળ વિરપર ગામના અને હાલ જામનગર રહેતા મનોજ લગારીયા સામે આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટની કલમ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.