કોર્ટ પરિસરમા જ હત્યા કેસના આરોપીએ પોલીસકર્મીને મારી હથકડી...

જાણો શા માટે થયું આવું..

કોર્ટ પરિસરમા જ હત્યા કેસના આરોપીએ પોલીસકર્મીને મારી હથકડી...

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્ટ પરિસરમા આજે એક પોલીસકર્મી પર હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે,હત્યાના કેસમાં સંડોવાયેલા એક આરોપી સન્ની મકવાણાને લઈને પોલીસ કોર્ટ મુદ્દતમા આવી હતી ત્યારે આરોપી સન્નીએ ચા પીવા જવા માટેનું કહેતા હાજર પોલીસકર્મીએ આનાકાની કરતાં ઉશ્કેરાઈ ચુકેલા આરોપીએ હાજર પોલીસકર્મી રવિભાઈ ને માથામાં હાથકડી મારી દેતા ઘાયલ પોલીસકર્મી ને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ બનાવે કોર્ટ પરિસરમાં ભારે ચર્ચાઓ જગાવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.