એક કોન્ટ્રાકટરે C.R.પાટીલનું નામ વાપરી અધિકારીને દમ મારવાની કોશિશ કરી પણ...

એવું ભારે પડ્યું કે..

એક કોન્ટ્રાકટરે C.R.પાટીલનું નામ વાપરી અધિકારીને દમ મારવાની કોશિશ કરી પણ...

Mysamachar.in-અમદાવાદ:

હાલ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ તેની કાર્યપદ્ધતિઓને કારણે ચર્ચામાં છે કારણ કે જ્યારથી તેવોએ પોતાની પ્રમુખ પદની કમાન સંભાળી ત્યારથી તેવો સંગઠન વધુ મજબુત બને તે દિશામાં સતત પ્રયાસો કરે છે, પણ આ જ પ્રદેશ પ્રમુખનું નામ વાપરીને એક વ્યક્તિએ પોતાને નડતા સરકારી ક્લાર્કને બદલી કરવા માટે ફોન કરી દીધો હતો. આ બધાની વચ્ચે આ વાત સાયબર ક્રાઇમ અમદાવાદ પાસે આવી અને પોલીસે તેને ઝડપી લીધો છે.,

કાર્યપાલક ઇજનેર એન.જી.સીલુના ફોન ઉપર એક અજાણ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કર એ પોતે સી આર પાટીલના પીએ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સી.આર.પાટીલ સાહેબ સાથે વાત કરો. ત્યારબાદ સામેવાળી વ્યક્તિએ સી.આર.પાટીલ બનીને એન્જિનિયરને કહ્યું કે અમરેલીમાં કામ કરતો ક્લાર્ક કુલદીપ આઉટસોર્સિંગના સ્ટાફને બહુ પરેશાન કરે છે તેને તાત્કાલિક ત્યાંથી હટાવી દો ત્યારબાદ ફોન મૂકી દીધો હતો.

આ પ્રકારે ફોન થયો હોવાની માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમમાં પહોચાડવામાં આવતા  પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ફોન કરનાર વ્યક્તિ ભરત વાઘાણી સુરતનો રહેવાસી છે. તેણે અમરેલીમાં સાફ-સફાઈનો આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ લીધો હતો. એને કુલદીપ સાથે ઘણી વખત રકઝક થતી હતી. જેથી તેણે આ પ્રકારે નામ બદલીને કાર્યપાલક એન્જિનિયરને ફોન કર્યો હતો. હાલ અમદાવાદ સાઇબર ક્રાઇમએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.