ક્લાસ વન અધિકારીએ 20 હજારમાં મોઢું નાખ્યું અને એસીબીને હાથ ઝડપાઈ ગયો 

એક મજુરદીઠ 200 લીધા 

ક્લાસ વન અધિકારીએ 20 હજારમાં મોઢું નાખ્યું અને એસીબીને હાથ ઝડપાઈ ગયો 

Mysamachar.in-બનાસકાંઠા:

લાંચિયા બાબુઓ કટકી લીધા વિના કામ કરવાનું નામ લેતા નથી એવામાં એસીબીને વધુ એક સફળતા મળી છે, જેમાં ક્લાસ વન અધિકારી 20 હજારની લાંચ લેતા ઝડપાઈ ચુક્યો છે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે મદદનિશ મજૂર કમિશ્નરની કચેરી ખાતે ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા અશોકભાઈ મોહનલાલ મોદી,આસીસ્ટંટ લેબર કમીશ્નર (વર્ગ-1) એ આ કેસના ફરિયાદીએ લેબર લાયસંસ મેળવવા અરજી કરેલ હોય આસિસ્ટન્ટ લેબર કમિશનરે એક લેબર ના 100 રુપયા લેખે બસ્સો લેબર ના રૂપિયા 20,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જે ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક  કરી ફરિયાદ કરેલ જે આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા ક્લાસ વણ અધિકારી  રૂ.20,000 ની લાંચ  લેતા ઝડપાઈ ચુક્યા બાદ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.