મહિલાઓએ ચેતવા જેવો કિસ્સો, પ્રસાદીના પેંડામાં કોઈ પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું

ઘેન ચડે તેવો પેડો ખવડાવી દુષ્કર્મ આચરી વિડિઓ બનાવ્યો

મહિલાઓએ ચેતવા જેવો કિસ્સો, પ્રસાદીના પેંડામાં કોઈ પદાર્થ ખવડાવી દુષ્કર્મ આચર્યું
symbolic image

Mysamachar.in-મહેસાણા

રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રસાદીના પેડામાં કોઈ પદાર્થ મિશ્રિત કરી દુષ્કર્મ આચરી અને તેનો વિડીયો ઉતારી લેનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, મહેસાણા જીલ્લાના વડનગરની યુવતીને પ્રસાદીના પેંડામાં કોઈ પદાર્થ ખવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચરી ઉતારેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી શારીરીક શોષણ કર્યું હતું. દરમિયાન, આ યુવક સાથે મળેલી યુવતીએ વીડિયો વાયરલ કરી સમાજમાં બદનામી કરતાં યુવતીએ દુષ્કર્મ આચરનારા રાહુલ મોદી અને કોલકત્તાની યુવતી સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડનગરની યુવતી સાથે રાહુલ મોદીએ સંબંધો કેળવી મિત્રતા કરી હતી.રાહુલે ત્રણ વર્ષ અગાઉ યુવતીને પ્રસાદીના પેંડામાં કોઈ પદાર્થ ભેળવી ખવડાવતાં બેભાન થયા બાદ કપડાં ઉતારી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. જે વાયરલ કરવાની ધમકી આપી ત્રણ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું. દરમિયાન આ યુવક સાથે મળેલી કોલકત્તાની યુવતી પુતુલ ઉર્ફે ડોલીએ વીડિયો વાયરલ કરી દીધો હતો. આથી સમાજમાં બદનામી થતાં યુવતીનું જીવન બરબાદ કરનારા રાહુલ મોદી અને પુતુલ નામની યુવતી સામે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.