Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પ્રાંત અધિકારી ફરજ બજાવે છે અને લાલપુર અને જામજોધપુર આ અધિકારીના કાર્યક્ષેત્ર્ હેઠળ આવે છે, એવામાં લાલપુર પ્રાંત અધિકારી પાસે જમીનના કેસો ચાલતા હોય જે પૈકી એક જમીનકેસ તેમની પાસે ચાલતો હોય જે બાબતે પ્રાંત અધિકારી કચેરીના શિરસ્તેદાર ડાભીભાઈ અને પ્રાંત અધિકારી એમ બંન્નેને ફોન પર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી જીગર માડમે આપી હતી, જે બાદ આ મામલે પ્રાંત અધિકારીને પણ ફોન પર અભદ્રભાષાનો પ્રયોગ કરી તમે કેમ આ કેસનો ચુકાદો આપતા નથી તેમ કહી ધમકી આપેલ…
જે બાદ લાલપુર પ્રાંત અધિકારીએ લાલપુર પોલીસ મથકમાં જીગર માડમ વિરુદ્ધ કલમ 504, 506(2),189 મુજબ ખુદ પ્રાંત અધિકારીએ ગુન્હો નોંધાવ્યો છે, વાત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચતા તાબડતોબ ઈલેક્ટ્રોનિક સર્વેલન્સને આધારે પ્રાંત અધિકારીને ધમકી આપવા સબબ જામનગરના જીગર માડમની બનાસકાંઠાના પાલનપુર નજીકથી પોલીસે અટકાયત કરી હોવાની માહિતી પણ મળી રહી છે.આ કેસની આગળની તપાસ લાલપુર પીએસઆઈ ડી.એસ.વાઢેર ચલાવી રહ્યા છે.