જામનગરમા સાસુ-વહુ બન્યા હિપ્નોટીઝમનો ભોગ,મહિલાઓ માટે ચેતવા જેવો કિસ્સો..

પોલીસ કરી રહી છે તપાસ

જામનગરમા સાસુ-વહુ બન્યા હિપ્નોટીઝમનો ભોગ,મહિલાઓ માટે ચેતવા જેવો કિસ્સો..

mysamachar.in-જામનગર:

આપણે ત્યાં આંગણે આવેલ ને પાણી પીવડાવવું તે પુણ્ય નું કામ માનવામાં આવે છે,પણ આ પુણ્ય નું કામ કરવા જતા શહેરમા વસવાટ કરતાં સાસુ વહુ હિપ્નોટિઝમ નો શિકાર બનતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે,

વાત એમ છે કે શહેરના મેહુલ સિનેમા પાછળ આવેલ અજંતાસોસાયટી શેરી નંબર એક મા વસવાટ કરતાં ફરિયાદી ધીરુભાઈ સામતભાઈ રાઠોડ નામના બ્રાસપાર્ટના વેપારી પોતાના ઘરે હાજર નહોતા પરંતુ તેમના પત્ની જલ્પાબેન અને માતા પ્રભાબહેન ઘર પર હાજર હતા ત્યારે બપોરના સુમારે બે ઇસમો એ આવી તેમના મકાનનો દરવાજો ખટખટાવી અને પીવા માટે પાણી માંગેલ,જે લેવા માટે જલ્પાબેને જેવો ઘરમાં પ્રવેશ કર્યો કે તરત જ બે ઇસમોએ પણ ઘરમાં પ્રવેશ કરી અને સાસુ-વહુ બને પર હિપ્નોટિઝમ જેવું કરી અને સોનાના ઘરેણાં જેની કીમત ૪૫૦૦૦ જેવી થવા જાય છે,તે ઉતરાવી લઈને પલાયન થઇ ગયા હતા,

જે બાદ આ મામલાની જાણ થતા ધીરુભાઈ સીટી સી ડીવીઝન પોલીસ મથક ખાતે પહોચ્યા હતા,જ્યાં તેવો એ મામલે બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જી.જે.ગામીતે વધુ તપાસ હાથ ધરી છે,

પણ આ કિસ્સો પોતાના ઘરે એકલા વસવાટ કરનાર મહિલાઓ માટે ચેતવણીરૂપ પણ ચોક્કસ થી છે.