જામનગર:પડાણા નજીક શ્વાન આડું ઉતરતા કારની પલટી, 2 યુવકોના મોત 

પરિવારમાં છવાયુ શોકનું મોજું 

જામનગર:પડાણા નજીક શ્વાન આડું ઉતરતા કારની પલટી, 2 યુવકોના મોત 

Mysamachar.in-જામનગર:

જામનગર ખંભાળિયા હાઈવે પર પર પડાણા નજીક આજે એક અક્સ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે યુવકો ઇકો સ્પોર્ટ્સ કાર લઈને પડાણા તરફ જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે શ્વાન ઉતરતા કાર પરનો કાબુ ચાલક ગુમાવી દેતા કાર પલટી મારી જતા બન્ને યુવકોને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં બન્નેના મોત થયાનું જાણવા મળે છે.તો આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.અકસ્માતમાં મોતને ભેટનાર યુવકોના નામ રાજેન્દ્રસિંહ ઝાલા અને પૃથ્વીરાજસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ કાર્યવાહી પોલીસ હાલ કરી રહી છે.