બ્રહ્મદેવ સમાજ જામનગર દ્વારા આયુષ્યમાન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો

બ્રહ્મદેવ સમાજ જામનગર આયોજીત શ્રી દયાશંકર બ્રહ્મપુરીના સહયોગથી સમસ્ત બ્રહ્મસમાજના પરીવાર માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ યોજાયો...

બ્રહ્મદેવ સમાજ જામનગર દ્વારા આયુષ્યમાન કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો

My samachar.in : જામનગર

બ્રહ્મદેવ સમાજ ગુજરાતનું સુત્ર સન્માન સુરક્ષા સહયોગ ને સાર્થક કરતી બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમ આજરોજ બ્રહ્મદેવ સમાજ જામનગર અને ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત (શ્રી દયાશંકર બ્રહ્મપુરી)ના સહયોગ થી સમસ્ત બ્રહ્મસમાજના પરીવાર માટે આયુષ્યમાન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન આજરોજ જામનગર શહેરની શ્રી દયાશંકર બ્રહ્મપુરી ખાતે કરવામાં આવ્યું હતું.

આ આયોજનનો પ્રારંભ આમંત્રિત  બ્રહ્મસમાજ અગ્રણી દ્વારા દિપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. આ તકે બ્રહ્મસમાજ અગ્રણી રાજનભાઈ જાની (તપોવન વૃદ્ધાશ્રમ ફાઉન્ડેશનના ફાઉન્ડર) પરેશભાઈ જાની (તપોવન વૃદ્ધાશ્રમ ફાઉન્ડેશન ટ્રસ્ટી) અશોકભાઈ જોશી (જામનગર બાર એસોસિયેશનના ઉપપ્રમુખ), અતુલભાઈ મહેતા (શ્રી દયાશંકર બ્રહ્મપુરી પ્રમુખ), આશિષભાઈ જોશી ( કોર્પોરેટર), ડિમ્પલબેન રાવલ (કોર્પોરેટર), કુસુમબેન પંડ્યા (શાષકપક્ષ નેતા), મનહરભાઈ ત્રિવેદી (બ્રહ્મ અગ્રણી), શશીભાઈ પુંજાણી (બ્રહ્મ અગ્રણી), પ્રકાશભાઈ બાંભણીયા (શહેર મહામંત્રી), જગતભાઈ રાવલ (અગ્રણી પત્રકાર), સુનિલભાઈ ખેતીયા (કો.ટ્રસ્ટ્રી સૌ.કરછ બ્રહ્મ સમાજ) ભાર્ગવભાઈ ઠાકર (ભાજપ મિડીયા કન્વિનર) સહિતના બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહી બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મદેવ સમાજ જામનગર જિલ્લા પ્રમુખ અજયભાઈ જાની, શહેર પ્રમુખ કેતનભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ જીતેન્દ્ર ભટ્ટ, પ્રદેશ મહિલા કમિટીના સભ્ય હંસાબેન ત્રિવેદી, ભાવિશાબેન ધોળકીયા, પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, જયદીપભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, દિપકભાઈ ભટ્ટ, પ્રણવભાઈ રાવલ, ઋત્વિજ ત્રિવેદી, નિમિષાબેન ત્રિવેદી, નિશાબેન અશ્વાર, ગીતાબેન દવે, હરીશભાઈ દવે, બિપીન અબોટી,જયેશભાઈ ત્રિવેદી, મેહુલભાઈ મહેતા, જયેશભાઈ ધોળકીયા, સહિતના વગેરે સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.