બેન્કનો મેનેજર અને પટ્ટાવાળો 95 હજારની લાંચ લેતા ઝડપાયા 

આ કામ માટે માંગી હતી લાંચ 

બેન્કનો મેનેજર અને પટ્ટાવાળો 95 હજારની લાંચ લેતા ઝડપાયા 

Mysamachar.in-મહેસાણા:

રાજ્યના જુદા જુદા સરકારી વિભાગોમાં લાંચિયા બાબુઓ એ માજા મૂકી છે ત્યારે વધુ એક વખત બે લાંચિયાઓ એસીબીને ઝપટે ચઢી ગયા છે, વાત છે મહેસાણા જીલ્લાના તાલુકાના વડસ્મા તાલુકા ખાતે આવેલી ઇન્ડિયન બેંકનો મેનેજર રોશનકુમાર રામસુંદરસિંહ અને પટાવાળો જગદીશ કનુભાઈ વાઘેલા ખેડૂત પાસેથી રૂ.95 હજારની માતબર રકમની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. એનપીએ થયેલી બેન્ક લોનને વન ટાઈમ સેટલમેન્ટ યોજનામાં લઈ જવા બેન્ક મેનેજરે લાંચ માગી હતી.

વડસ્મા ગામે આવેલી ઇન્ડિયન બેંકમાંથી ખેડૂત દ્વારા રૂ.4 લાખની પાક ધિરાણ લોન લેવામાં આવી હતી. આ લોનની બ્રાન્ચ મેનેજર દ્વારા સત્તાની રૂએ ઓટીએસ કરાવીને 4 લાખ રૂપિયા ખેડૂત પાસે ભરાવ્યા હતા. પરંતુ સેટલમેન્ટ લોનની એનઓસી આપવાની કાર્યવાહી માટે ખેડૂત પાસે બેંકના બ્રાન્ચ મેનેજર દ્વારા 95 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.જે અંગે ખેડૂતે એસીબીનો સંપર્ક કરતાં મહેસાણા એસીબી ટીમ દ્વારા વડસ્મા ગામે બેંકમાં જ છટકું ગોઠવી મેનેજર રોશનકુમાર રામસુંદરસિંહના કહેવાથી રૂ.95 હજારની લાંચ લેતાં કરાર આધારિત પટાવાળા જગદીશ કનુભાઈ વાઘેલાને મહેસાણા એસીબીની ટીમે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. એસીબીએ મેનેજર અને પટાવાળાને ડિટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.