પ્રજાપતિ પરિવાર માટે ગોજારો દિવસ,પરણીતાએ પુત્રીને ખોળે બેસાડીને કર્યું અગ્નિસ્નાન

જામનગરના બનેલ બનાવથી અરેરાટી

પ્રજાપતિ પરિવાર માટે ગોજારો દિવસ,પરણીતાએ પુત્રીને ખોળે બેસાડીને કર્યું અગ્નિસ્નાન

mysamachar.in-જામનગર:

થોડા સમય પહેલા લગ્ન થયા  બાદ પ્રજાપતિ યુવકને લગ્ન સંસાર ભોગવવાનું સુખ ન મળ્યું હોય તેમ એક બાજુ ભાદરવા માસનો આકરો તાપ અને પત્નીના તામશી મગજના કારણે આજે સવારે તેણીએ ક્રોધના આવેશમાં આવીને ૪ વર્ષની પોતાની માસુમ પુત્રીને સાથે રાખીને આખા શરીરે કેરોસીન છાટીને અગ્નિસ્નાન કરી લેતા જામનગરના કૃષ્ણનગર આજુબાજુના વિસ્તારમાં રહેતા પાડોશીઓ ભાગદોડ મચી ગઈ હતી અને આ બનાવમાં સ્થળ પર જ માસુમ બાળકીનું કમકમાંટીભર્યું મોત નિપજ્યું હતું, 

જયારે ગંભીર હાલતમાં પ્રજાપતિ પરણીતાને જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ હોય તેણીની તબિયત અત્યંત નાજુક હોવાનું જાણવામાં મળે છે, 

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને કુંભારી કામનો વ્યવસાય કરતા પ્રજાપતિ મિતલભાઈ ચાવડાના થોડા સમય પહેલા જામનગરની જ મીનાબેન સાથે લગ્ન થયા હતા અને પ્રિયાન્સી નામની ૪ વર્ષની બાળકી હોય, આજે મિતલભાઈ પોતાના રાબેતામુજબ કામ પર ગયા હતા, 

ત્યારે સવારે ૧૦ વાગ્યાના સુમારે પોતાના તામશી સ્વભાવના કારણે મન પર કાબુ ગુમાવી દઈને ધરમાં પડેલ કેરોસીનના ડબલું આખા શરીરે રેડીને તેની સાથે માસુમ બાળકી પ્રિયાન્સીને પણ કેરોસીન છાટીને બંને માતા-પુત્રી સળગી ઉઠતાં આખું ધર આગની જપેટમાં આવી ગયું હતું અને આજુબાજુના પાડોશીઓ દોડી આવીને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરીને  મિતલભાઈ ચાવડાને જાણ કરતાં તેઓ પણ ધરે દોડી આવીને દ્રશ્યો જોતાં હતપ્રત બનીને ભાંગી પડ્યા હતા, 

દરમ્યાન આ બનાવમાં માસુમ બાળકી પ્રિયાન્સીનું બનાવ સ્થળ પર જ મોત નિપજયું હતું અને પ્રજાપતિ પરણીતાને જી.જી. હોસ્પીટલમાં સારવારમાં ખસેડવામાં આવેલ છે જ્યાં તેણીની  હાલત નાજુક હોય પોલીસએ આ આત્મહત્યાના બનાવ અંગે  વિશેષ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરીને પાડોશીઓ નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.