60 વર્ષીય વૃદ્ધ તો બન્યા હનીટ્રેપનો શિકાર... તમે ચેતજો નહિતર આવું થશે 

બળાત્કારના કેસમાં ફસાવવાની  ધમકી આપી 5 લાખની કરી માગણી

60 વર્ષીય વૃદ્ધ તો બન્યા હનીટ્રેપનો શિકાર... તમે ચેતજો નહિતર આવું થશે 

My samachar.in : મહેસાણા

મહેસાણા જીલ્લાના વાવ ગામના 60 વર્ષીય વૃદ્ધને ફોન કરી શારીરિક સંબંધ બાંધવા એક મહિલાએ લલચાવ્યા હતા અને અવાર નવાર ફોન ઉપર વાતો કર્યા બાદ વૃદ્ધને તેની મોહજાળમાં ફસાવી દાંતા હાઈવે પરના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઇ યુવતીએ મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગેસ્ટ હાઉસથી નીચે ઉતરી ઈકોમાં બેસેલા તેના સાગરિતોને બોલાવ્યા હતા.અને વૃદ્ધનું અપહરણ કરી અને 5 લાખ માગવાના આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

મહેસાણા તલાસણા તાલુકાના વાવ ગામના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખની ખંડણી માગનારા ભાભર અને સાંતલપુરના 2 શખ્સોને સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી ઝડપી લીધા હતા. જ્યારે વૃદ્ધને ફસાવનારી યુવતી સહિત 5 શખ્સો પોલીસને જોઈ ઈકો લઈ ભાગી ગયા હતા. હનીટ્રેપના આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે દિશામાં સતલાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી અને 6 શખ્સો વૃદ્ધનું ઈકોમાં અપહરણ કરી ધોકા વડે માર મારી દુષ્કર્મનો ખોટો કેસ દાખલ કરી જેલમાં પૂરાવી દેવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. પૈસા માટે વૃદ્ધે તેમના જમાઇને વાત કરતાં તેમણે સતલાસણા પોલીસને વાકેફ કરી હતી. આથી સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી વૃદ્ધને છોડાવી હનીટ્રેપ ગેંગના 2 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે યુવતી અને 4 શખ્સો પોલીસને જોઈને ડીસા તરફ ભાગી ગયા હતા. સતલાસણા પોલીસે ધરપકડ કરાયેલા 2 સહિત 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે આરોપીઓ ચાવડા વશરામજી તેજાજી હામતજી અને ઠાકોર તેજમલજી લવીંગજી જેસંગજી ઝડપાઈ ગયા જયારે ભરતજી રતાજી, ઠાકોર ભરતજી, ઠાકોર વિષ્ણુજી, હરેશ તુરી, સોનલ પંચાલને પકડવાના બાકી છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.