79-વિધાનસભા વિસ્તાર યુવક કોંગ્રેસ પ્રમુખ ફૈઝલ ખફીએ આપ્યું રાજીનામું

79-વિધાનસભા વિસ્તાર યુવક કોંગ્રેસ પ્રમુખ ફૈઝલ ખફીએ આપ્યું રાજીનામું

Mysamachar.in-જામનગર:

લોકસભા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણી આડે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે,ત્યારે ૭૯-જામનગર બેઠકના યુવા કોંગ્રેસ પ્રમુખ ફૈઝલ ઇકબાલભાઈ ખફીએ કોંગ્રેસની રીતી-નીતિથી નારાજ થઈ કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું કરી દેતા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ૭૯-જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યું છે. શહેરના યુવક કોંગ્રેસના ૭૯-વિધાનસભા બેઠક વિસ્તારના પ્રમુખ ફૈઝલભાઈ ઈકબાલભાઈ ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાનુ જાહેર થયું છે. કોંગ્રેસની નીતિ-રીતિથી અસંતોષ થતા તેઓએ રાજીનામુ આપ્યાનુ જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ફૈઝલભાઈના પિતા સાંસદ પુનમબેનના ટેકેદાર છે.