જામનગરમાં યુથકોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ,પેટ્રોલ ડીઝલ અને ડોલરને કર્યા ICU ભેગા..

બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો

જામનગરમાં યુથકોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ,પેટ્રોલ ડીઝલ અને ડોલરને કર્યા ICU ભેગા..

mysamachar.in-જામનગર

જામનગર:દેશભરમાં છેલ્લા કેટલા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે,ત્યારે વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષો આ મુદે ભારે હોબાળો મચાવી રહ્યા છે,ત્યારે લોકોને સ્પર્શતા આ પ્રશ્નને લઈને આજે જામનગર યુથ કોંગ્રેસ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને ઇનામો ની ઘોષણા પણ કરવામા આવી,

યુથ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમા પેટ્રોલ ડીઝલ અને ડોલરમાંથી કોણ ભારતમાં પ્રથમ સદી મારશે તે અંગેના ફોર્મ પણ કોંગ્રેસ દ્વારા લોકો પાસે ભરાવવામાં આવ્યા,જેમાં જે વ્યક્તિઓનો જવાબ સાચો પડશે તેને ડ્રો કરી ૧૧૧૧ થી ૩૩૩ સુધીના રોકડ ઇનામો આપવાની જાહેરાત પણ કરાઈ,કાર્યક્રમ સ્થળ પર પેટ્રોલ ડીઝલ અને ડોલરના મોકકૃતિઓ બનાવી અને તેની હાલની સ્થિતિને અનુરૂપ તેને કાર્યક્રમ સ્થળ પર ઉભા કરવામાં આવેલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ રીતે અનોખો વિરોધ પ્રદર્શિત કરાયો હતો,આ કાર્યક્રમ સાથે સાથે રાજ્યમાં શિક્ષિત બેરોજગારોનો મુદ્દો ઉઠાવી ને શિક્ષિત બેરોજગારોના ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા,

આ કાર્યક્રમમા જામનગર જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા,શહેર યુંવક કોંગ્રેસ પ્રમુખ તૌસીફખાન પઠાણ અને ઉપપ્રમુખ શક્તિસિંહ જેઠવા સહિતના હોદેદારો અને કાર્યકરો આ કાર્યક્રમમાં જોડાયા હતા.