પેપરલીક કાંડ..જામનગરમાં પેપરની હોળી અને ચક્કાજામ..

રાજ્યભરમાં છે વિરોધનો કાર્યક્રમ

પેપરલીક કાંડ..જામનગરમાં પેપરની હોળી અને ચક્કાજામ..

mysamachar.in-જામનગર:

રાજ્ય સરકારની સૌથી મોટી બદનામી થઇ હોય તો તે ગઈકાલે થયેલ લોકરક્ષક દળની ભરતીમાં થયેલા પેપરલીકને મામલે થઇ છે,અને આ મામલે સોશ્યલ મીડિયામાં પણ સરકાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે,

ત્યારે આજે સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા પણ અનુપમ સિનેમા નજીક સરકાર વિરુદ્ધ સૂત્રોચારો કરી અને ગઈકાલના ના લેવાયેલ પેપરની હોળી કરી અને થોડીવાર પુરતો ચક્કાજામ કરી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.