યુવક કુદરતી હાજતે બેઠોતો ને આવી ટ્રેન...

આ સમાચાર થોડા જુદા છે..

યુવક કુદરતી હાજતે બેઠોતો ને આવી ટ્રેન...
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-જામનગર

સ્વચ્છભારત અને ઘરે ઘરે શૌચાલયની વાતો વચ્ચે જેના ઘરે શૌચાલય છે તે અથવા તો જેના ઘરે શૌચાલયની સુવિધા છે જ નહિ તેવા લોકો આજે પણ ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે,તે વાત આજે ફરી એક વખત સામે આવી છે,

ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતો અને ધરારનગર-૧ વિસ્તારમાં રહેતો વિનોદ મકવાણા નામનો ૨૦ વર્ષીય યુવક પોતાના ઘર નજીક આવેલ નવનાળા નજીક રેલવેના પાટા પર શૌચક્રિયા કરવા માટે બેઠો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતા વિનોદને માથાના તથા દાઢીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા  સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે.