વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યાની કરી કોશિશ..

કાલાવડની ઘટના...

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આત્મહત્યાની કરી કોશિશ..

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ પોલીસ દ્વારા ડામવાના લાખ પ્રયાસો છતાં પણ સતત ને સતત વધી રહ્યું હોય તેમ લાગે છે, હમણાની તો વાત છે કે જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં રહીને ડ્રાઈવિંગ કરતા એક આધેડે ચાર પાનાની સુસાઈડ નોટ લખી ને ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી, ત્યાં જ વધુ એક વખત જીલ્લાના કાલાવડમાં વ્યાજખોરીના દુષણથી કંટાળીને એક યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હાલ તેની જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કાલાવડના પટેલવાડી વિસ્તારમાં રહેતો મયંક અશોકભાઈ સોજીત્રા નામનો યુવક કોન્ટ્રાક્ટ નું કામ કરે છે, જુજરભાઈ માકડા પાસેથી ૪૨૦૦૦૦/- ૧૦% વ્યાજે લીધેલ, કાનો બોરીચા પાસેથી કોરા ચેક ઉપર ર૨૨૦૦૦૦/-તેમજ I-20 કાર ઉપર ૧૮૦૦૦૦/- લીધેલ જેમાં કાનો બોરીચા અને રમેશ બોરીચાએ સાથે મળી કારનો વેંચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી તથા દસુભા જાડેજા પાસેથી ૨૫૦૦૦૦/-૧૦% વ્યાજે લીધેલ હોય અને યશપાલસિંહ મુળીલા પાસેથી ૫૦૦૦૦/- ૩૦% વ્યાજે લીધેલ હોય અલકરીમ થોભાણી પાસેથી ૫૦૦૦૦/- ૧૦% વ્યાજે લીધેલ હોય તેમજ ૧૨૦૦૦૦/- ૧૫% વ્યાજે લીધેલ હોય જે રૂપિયાનું વ્યાજ ચુકવી આપવા છતાં આરોપીઓ  ફરીયાદી મયંક સોજીત્રાને  વ્યાજ સહિતની રકમ ચુકવી આપવા તેમજ બળજબરી પુર્વક રૂપિયા કઢાવવા જાનથી મારી નાખવાની ધમકી અવારનવાર આપતા ગઈકાલે મયંક સોજીત્રાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાની કોશિશ કરતા હાલ તેની જામનગર ખાતે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને સાત ઇસમો સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાતા પોલીસે તપાસ શરુ કરી છે.