મહિલાઓ અજાણ્યા લોકોની ફ્રેંડશીપ રિકવેસ્ટ એકસેપ્ટ કરતાં પહેલા રાખજો ધ્યાન

આવું પણ થાય

મહિલાઓ અજાણ્યા લોકોની ફ્રેંડશીપ રિકવેસ્ટ એકસેપ્ટ કરતાં પહેલા રાખજો ધ્યાન

Mysamachar.in-સુરત:

સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ નથી થતો તેનાથી વધુ દુરુપયોગ થઈ રહ્યો હોય તેવા એક બાદ એક કિસ્સાઓ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં રોજબરોજ સામે આવી રહ્યા છે,વિકૃત આનંદ સંતોષવા માટે ફેસબૂક પર ખોટા નામે 6 જેટલાં બોગસ એકાઉન્ટ બનાવી મહિલાઓને ફેસબૂક વીડિયોકોલ કરી બિભત્સ ચેનચાળા કરનારા એક યુવકને સાઇબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યો છે.

સુરતના કાપોદ્રા અને રાંદેર પોલીસ મથકમાં આ પ્રકારના બે ગુના નોંધાયા હતા. જેની તપાસ છેલ્લા કેટલાય દિવસોથી પોલીસ કરી રહી હતી,આ ગુન્હામાં ફેસબૂક પર વીડિયો કોલ કરી એક યુવાન બિભત્સ ચેનચાળા કરતો હોવાનો ઉલ્લેખ હતો. જેના કારણે સાઇબર ક્રાઇમ પોલીસ મથકનો સ્ટાફ યુવાનને પકડી પાડવા મથામણ કરી રહી હતી,જેમાં દિવસોની મહેનત બાદ સાઇબર પોલીસ મથકની ટીમને આ યુવાનને પકડી પાડવામાં સફળતા મળી છે,

વિમલ નામનો યુવક જે મૂળ અમરેલીનો વતની હોવાનું સામે આવ્યું છે.પોલીસે ઝડપાયેલ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ૧૨ ધોરણ પાસ વિમલ કોસ્મેટિકની વસ્તુનું છુટક વેચાણ કરવાનો વ્યવસાય કરતો હતો.જેણે માત્ર પોતાનો વિકૃત આનંદ માણવા માટે અલગ અલગ છ જેટલા ખોટા નામે ફેસબૂક પર ફેક એકાઉન્ટ શરૂ કર્યા હતા અને તેમાંથી મહિલાઓને વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરવાની શરૂઆત કરી હતી અને એક પછી એક એમ કુલ દસથી વધુ મહિલાઓને તે વિડીયો કોલ કરી અને પરેશાન કરતો હતો.પોલીસે વિમલને ઝડપી પાડ્યા બાદ તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.