Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રમાં ગર્ભ પરીક્ષણનો છેલ્લા ઘણા સમયથી ધીકતો ધંધો જોરશોરથી ચાલી રહ્યો હોવાની વારંવાર ફરિયાદો ઉઠી છે અને ગમે તેવા કાયદા બનાવવામાં આવે છતા તબીબો દ્વારા પૈસાની લાલચમાં આ ધંધો છોડતા નથી. વધુ એક વખત રાજકોટમાં ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો છે. ઘણા સમય પહેલા ચોટીલાની મહિલા તબીબ સંચાલિત ગર્ભ પરીક્ષણના રેકેટને ઝડપી લીધા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક મહિલા તબીબને ગર્ભ પરીક્ષણના ગોરખ ધંધા હેઠળ ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે,
ગર્ભ પરીક્ષણના રેકેટની વિગત એમ છે કે રાજકોટના કોઠારીયા રોડ પર મહિલા હોમિયોપેથી ક્લિનિકમા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે પોલીસે મહિલા પોલીસને દર્દી બનાવી મોકલવામાં આવી હતી, જ્યાં મહિલા તબીબ હિના પટેલ ગર્ભ પરીક્ષણ માટે ભાવતાલ નક્કી કરી વાતચીત શરૂ કરી હતી અને મહિલા પોલીસ દ્વારા કોડવર્ડને આધારે ક્રાઇમ બ્રાન્ચના PI વગેરેને બોલાવી લીધા હતા, ત્યારે પોલીસને જોઈને ડો. હિના પટેલ ગભરાઈ ગઈ હતી અને ઘણા ધમપછાડા, રાજકીય વગનો ઉપયોગ કરવા છતા પોલીસે ક્લિનિક ખાતેથી ટેબલેટ સાથે વાઇફાઇથી કનેક્ટ થતું આધુનિક સોનોગ્રાફી મશીન કબ્જે કરી મહિલા તબીબની કરી અટકાયત કરવામાં આવી હતી,
વધુમાં મળતી વિગત મુજબ છેલ્લા 10 વર્ષથી મહિલા તબીબ હિના પટેલ દ્વારા કરવામાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરીને ગર્ભપાતનો કાળો કારોબાર કરવામાં આવતો હતો. ત્યારે હાલ તો મહિલા તબીબની અટકાયત કરીને પોલીસે તપાસમાં અન્ય કોઈ તબીબની ભૂમિકા સામે આવશે તો તેની વિરુધ્ધ પણ કાર્યવાહી હાથ ધરશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.