આયોજન “મહિલા સશક્તિકરણ પખવાડીયા”નુ અને આયોજન માટે ફદકે ચઢ્યા કેટલાક પુરુષ અધિકારીઓ..!

આયોજન “મહિલા સશક્તિકરણ પખવાડીયા”નુ અને આયોજન માટે ફદકે ચઢ્યા કેટલાક પુરુષ અધિકારીઓ..!

Mysamachar.in-જામનગર:

સરકારના કાર્યક્રમ હોય એટલે ગમે તેમ  કરી મારી મચડી  આયોજન કરવા અને સંખ્યા દર્શાવવા લગત વિભાગો અને સહયોગ માટે ઢસડેલા વિભાગો જહેમત ઉઠાવતા હોય છે,બાદમા એ આયોજનો અને જંગી ખર્ચની ફલશ્રુતી અંગે કોઇ ગંભીર હોતુ નથી કાર્યક્રમના હેતુ ૧૦૦% નહી તો મહદઅંશે સિદ્ધ થાય છે કે કેમ તેનુ આકલન કરવાની સીસ્ટમ કાર્યરત નથી તેમા વળી હાલ એક નવી કવાયત શરૂ થઇ છે,

સરકારે મહિલા સશકિતકરણ માટે પખવાડીયુ ઉજવવા દર વર્ષની જેમ આયોજન કર્યુ છે,તેમા એકાદ બે  વિભાગના મહિલા અધિકારીઓને બાદ કરતા પુરૂષ અધિકારીઓ જ ફદકે ચઢ્યા છે,અને સસ્તી પ્રસિદ્ધી મેળવી રહ્યા છે,તે ખુબીની વાત ગણાય તેમ સમીક્ષકો જણાવે છે,

આ અંગેની પંચાયતની એક યાદી ઉદાહરણ તરીકે જોઇએ તો..દર વર્ષે તા.૦૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન “મહિલા સશક્તિકરણ પખવાડીયા” ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના દરેક તાલુકા મથકે “બેટી બચાવો બેટી પઢાઓ” કાર્યક્રમનું આયોજન કરી ગેરકાયદેસર જાતિ પરિક્ષણ અટકાવવા તથા પીસી અને પીએનડીટી એકટ અંગે કાયદાકીય જાગૃતિ, સુકન્યા સમૃધ્ધિ યોજનાની જાણકારી, બેટી બચાવોના વ્યાખ્યાન તથા પ્રદર્શન દીકરીઓના સામાજિક મુલ્યમાં વૃધ્ધિ તથા મોભાની જાળવણી અને સ્વનિર્ભરતા તથા એક દિકરી ધરાવતા દંપતીઓનુ સન્માન વગેરે વિષયોને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 

આ કાર્યક્રમ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” અંગે જનજાગૃતિ આવે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત પંચાયતી રાજની જિલ્લા, તાલુકા અને ગ્રામ્યની તથા મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચુંટાયેલી મહિલાઓ, સ્વેચ્છિક સંસ્થાઓની મહિલાઓ, નારી અદાલતની મહિલા સભ્યો, સખીમંડળની મહિલાઓ, અભયમ ૧૮૧ની મહિલા કાઉન્સેલર વગેરેનો કાર્યક્રમમાં સહયોગ મેળવવામાં આવશે.

તદ્દઉપરાંત તા.૦૫/૦૮/૨૦૧૯ના દિવસે “મહિલા આરોગ્ય દિવસ” કાર્યક્રમનું દરેક તાલુકામાં સીએચસી, પીએચસી તથા અર્બન પીએચસી કક્ષાએ આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે સગર્ભા બહેનોને તપાસ/રસીકરણ, જોખમી માતાને રિફર/એનેમીયા અંગેની આર્યન સુક્રોઝની સારવાર, સોનોગ્રાફી તપાસ કરવામાં આવશે. તેમજ ૧૫ થી ૪૯ વર્ષની મહિલાને પેપ્સ સ્ક્રીનીંગ, ડાયાબીટીસ સ્ક્રીનીંગ,લોહીના દબાણની તપાસ,કેન્સરની તપાસ તથા એનસીડી લગત પોગ્રામ વિશે પણ માહિતી તથા સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેમ્પમાં લાભાર્થીઓ માટે તેમને અનુકુળ સેવાઓ આપવાનું આયોજન કરેલ છે.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપુર્વક ભાગ લઈ જનભાગીદારી સાથે લોકોમાં જાગૃતિનું નિર્માણ થાય તેમજ વધુમાં વધુ લોકોને કેમ્પનો લાભ લેવા સહભાગી થવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે તેમ પણ ઉમેરાયુ છે

-આયોજનનો અભ્યાસ બહેનોને જરૂરી નહી?

જો મહિલાઓને મજબુત કરવી હોય તો સૌથી પહેલા તો આયોજનોની તકો આપવી જોઇએ કેમકે મોટાભાગે  બહેનોનો આયોજનમા સુઝકો ગજબનો હોય છે,તેનો સદઉપયોગ કરવાના બદલે પુરૂષ અધિકારીઓ કર્મચારીઓ જ ફુદક ફુદક છે...અને બહેનો લાભાર્થી છે...છતા આયોજન જેવી મહત્વની બાબતોમા બહેનોને પ્રોત્સાહીત કરાતી નથી તે બાબત ટીકા પાત્ર બની છે,બહેનોને આયોજક બનાવાય તો ખરા અર્થમા સશક્તિકરણનો મહત્વનો પ્રારંભ કર્યો ગણાય કેમ કે આયોજન એ જ ખરી જહેમત ગણાય છે,જે બહેનોને વધુ સશક્ત કરી શકે તેવુ સમાજશાસ્રના અભ્યાસુઓનો અભિપ્રાય છે.