પતિ, પત્ની ઔર વોનો અજીબો ગરીબ કિસ્સો

જાણો શું છે મામલો

પતિ, પત્ની ઔર વોનો અજીબો ગરીબ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

મેટ્રો સિટી અમદાવાદમાં પતિ, પત્ની ઔરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પતિ, સાસુ-સસરા અને પતિની બીજી પત્ની સામે ફરિયાદ નોંધાવી છે. વાત એવી છે કે મૂળ રાજસ્થાનની યુવતી અમદાવાદમાં ચાંદખેડામાં રહેતી હતી ત્યારે સૂરજ નામના યુવકના પરિચયમાં આવી હતી.બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો અને બંનેએ પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થઇ તો તેઓએ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી જેથી યુવતી અમદાવાદમાં તેની એક સ્ત્રી મિત્રના ઘરે રહેતી હતી. એક દિવસ યુવતીએ તેના મિત્ર સૂરજને મળવા બોલાવ્યો હતો. પરંતુ સૂરજ અન્ય એક યુવતીને સાથે લઇને આવ્યો હતો. અજાણી યુવતી અંગે પૂછ્યું તો સૂરજે જણાવ્યું કે તેણે બીજા લગ્ન કરી લીધા છે. જેનો યુવતીએ વિરોધ કર્યો તો સૂરજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તેની સાથે સંબંધ રાખવા નથી. આ વાતનો યુવતીએ ઘણો વિરોધ પણ કર્યો પરંતુ બાદમાં સૂરજના માતા-પિતા અને ભાભીએ ફરિયાદી યુવતી સાથે ઝઘડો કરીને તેની સાથે મારપીટ કરી હતી. સમગ્ર મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે વિગત નોંધી તપાસ હાથ ધરી છે.