દોઢ કલાકમા વેપારીના એકાઉન્ટમા થી ૮૨લાખ ટ્રાન્સફર થઈ ગયા

૫ શખ્સો સકંજામાં

દોઢ કલાકમા વેપારીના એકાઉન્ટમા થી ૮૨લાખ ટ્રાન્સફર થઈ ગયા

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદમા એક વેપારીનુ મેઈલ આઈડી હેકકર્યાની ગણતરી મિનિટોમાં જ રૂપિયા ૮૨ લાખ ની ઓનલાઇન છેતરપીંડીના બનાવનો સાઇબર ક્રાઇમ ની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે અમદાવાદના એક જાણીતા વેપારીનુ મેઈલ આઈડી હેક કર્યા બાદ મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાક જેટલા સમય ગાળામાં ૮૨ લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.


આરોપીએ બોગસ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની સતત ૧ મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શનો પર દેખરેખ રાખ્યા બાદ ગત શનિવાર રાત્રિના સમયે કાર્ડ સ્વેપ કરી ૮૨ લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે,
માતાદિન સિકરવાર,રાજેશગીરી ગોસ્વામી,જાનમામજ ખલીફા,અનિલ જોશી,અરવિંદ પટેલ અને દિપક રૂપાલા નામના આ પાંચેય આરોપીઓએ માણેકચોકના જાણીતા વેપારી રમેશ શાહના બેંક એકાઉન્ટમાંથી ૮૨ લાખ પડાવી લીધા હતા.જેમાથી ICICI બેંકમા ૨૪ લાખ,HDFC માં ૨૦ લાખ, સેંન્ટ્ર્લ બેંક ઓફ ઈન્ડિયામાં ૧૮ લાખ અને યશ બેંકમા ૨૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું પણ ખૂલી ચૂક્યું છે.


આરોપીઓ પોતાની મોડસ ઓપરેડીના આધારે કોમ્પુટર ના ડેટા નો અભ્યાસ કર્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાય વેપારીઓને ચુનો લગાવી ચુક્યા છે.આરોપી પાસેથી પોલીસે ૨૩ મોબાઈલ,અલગ અલગ બેંકના ૧૩ ATM કાર્ડ, 14 આધાર કાર્ડ, ૧ પાનકાર્ડ,અને ૮ સીમ કાર્ડ કબ્જે કર્યા છે.પોલીસ ને આશા છે કે હજુ પણ કેટલાક વધુ લોકો આ ગેંગ નો ભોગ બન્યા હોય શકે છે તે દિશામા પણ પોલીસે તપાસ લંબાવી છે.