અજાણ્યા શહેર માટે બહારની પાર્ટી રૂા.15 કરોડનું રોકાણ કરે તેવો કયો ઉભરો હતો

LED લાઇટનો પ્રોજેકટ ગાજ્યો બહુ પરંતુ વરસ્યો નહી

અજાણ્યા શહેર માટે બહારની પાર્ટી રૂા.15 કરોડનું રોકાણ કરે તેવો કયો ઉભરો હતો

Mysamachar.in-જામનગર:

જામનગર જેના માટે અજાણ્યુ ગણાય તેવી બહારની પાર્ટીને એવો કયો ઉભરો હોય કે એક તો 15 કરોડનું રોકાણ કરે અને માત્ર મેન્ટેનન્સ ખર્ચ જ લે (કોર્પો. પાસેથી) આ પ્રોજેકટની મસ મોટી વાતો થઇ અને ખુબ જ ગાજ્યો હતો,.શહેરની 25 હજારથી વધુ સ્ટ્રીટ લાઇટ મુળ 34 કીમીના વિસ્તારમાં પથરાયેલી હતી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો રોજ બંધ રહેતી રોજની 1800 તો ફરિયાદો આવતી હતી તેમાંથી જુજ એટેન્ડ થતી હતી...અને જુના પ્રકારની લાઇટો અવાર-નવાર ઉડી જતી હતી,બગડી જતી હતી વગેરેના કારણે મનપા માટે શિરદર્દ હતું, લોકો માટે જબરી હાલાકી ભર્યુ હતું.આવી સ્થિતિમાં એલઇડીનું ભુત જાગ્યુ હતું.

આ અંગેના પ્રોજેકટમાં વિસ્તૃત રીતે જણાવાયુ હતું કે જામનગર શહેરમાં હાલ (એટલે કે ત્યારે) 35થી 40 % સ્ટ્રીટ લાઇટો બંધ જ હોય છે,જે અંગે શહેરીજનો માટે ત્રાસ દાયક સ્થિતિ થાય છે,બીજી તરફ કોર્પોરેશનને ખર્ચના ખાડામાં ઉતરવુ પડે છે,તેના બદલે હવે વીજ બચત, વીજ બીલ બચત, મેન્ટેનન્સ ખર્ચ બચતનું મેગા આયોજન કરાયુ છે…અને નવી એલઇડી લાઇટો 24000 નંગ ફીટ કરવાનો નિર્ણય લેવાયો છે,તેમ જાહેર થયુ હતું. સાથે સાથે કેમેરા લગાવવાની વાત પણ હતી.

જેમાં મહત્વનો મુદો એ હતો કે ૧૦ વર્ષ સુધી પ્રતિ વર્ષ ફીકસ માસીક રૂપિયા 16,38,832 ઓપરેશન અને મેન્ટેનન્સ માટે મહાનગરપાલિકા ચુકવશે આ પ્રોજેકટ માટે અંદાજે રૂપિયા 15 કરોડનું રોકાણ પાર્ટી-(પાર્ટી એટલે કે ઇસ્માર્ટ) કંપની કરશે જેમાં કોર્પોરેશને કંઇ રોકાણ કરવાનું રહેતુ નથી.કંપની દ્વારા કેપીટલ ઇન્વેસ્ટમેન્ટથી લઇ આવનાર 10 વર્ષ માટે તમામ લાઇટોનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરવામાં આવશે ઉપરાંત મહત્વનું એ પણ છે કે સાથે-સાથે કેમેરા પણ ફીટ થશે તે વધારાના નફામાં ઉપયોગી બની રહેશે.આ પ્રોજેકટ કેન્દ્ર સરકારના સહયોગથી શરૂ થયો હતો.પરંતુ આરંભે સુરા જેવા આ પ્રોજેકટની એવી નામોશી થઇ કે હાલ સ્ટ્રીટ લાઇટોની સ્થિતિ પહેલા કરતા પણ ખરાબ થઇ ગઇ છે.

 -95 % લાઇટ   ચાલુ રહેવાનો બણગો...

પ્રોજેકટ જ્યારે શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે  ઇસ્માર્ટ એનર્જી સોલ્યુશન પ્રા.લી., મુંબઇ દ્વારા કામ હાથ ધરાયુ હતું અને 4000 લાઇટો પ્રથમ તબકકામાં ફીટ થઇ ગઇ હતી તેમજ જુની લાઇટો ઇ-ઓકશનથી નીકાલ કરાઇ હતી.પ્રથમ તબક્કામાં પટેલ કોલોની, વાલકેશ્ર્વરી, રણજીતનગર, સેન્ટ્રલ બેંક રોડ, પવનચક્કી, રણજીત સાગર રોડ વગેરે આવરી લેવાયા હતા....આ વખતે દાવો કરાયો હતો કે 95 %લાઇટો કોઇપણ સંજોગોમાં ચાલુ જ રહેશે એટલે કે વધુમાં વધુ ૫% જ બંધ રહેશે. પરંતુ શરૂઆતમાં થોડુ કામ બતાવ્યા બાદ દર મહીનાના રૂપિયા 16-16 લાખ મેન્ટેનન્સના ખિસ્સામાં પધરાવી આ કંપનીએ મેન્ટેનનસ કર્યા જ નહી અને નગરની હાલત સ્ટ્રીટ લાઇટ મુદ્દે કફોડી થઇ ગઇ.