જાહેર અને પાર્કીંગ દબાણ સામે ગુનો નોંધાશે.....પણ ક્યારે?

પાર્કીંગ-ઓટલા ઝુંબેશ બાદ બધુ જૈસે થે...

જાહેર અને પાર્કીંગ દબાણ સામે ગુનો નોંધાશે.....પણ ક્યારે?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાએ  એક તરફ સંખ્યાબંધ દબાણમુદે નોટીસો ફટકારી બાદમા પાણીમા બેસી ગયુ છે,તો બીજી તરફ જાહેર દબાણ અને પાર્કીંગના દબાણના  મુદે હાલના અને તુરંત અગાઉના કમિશ્નરે જાહેરનામા બહાર પાડ્યા છે,અને જો તેનુ પાલન નહી થાય તો ક્રીમિનલ પ્રોસીજર કોડ મુજબ ગુનો નોંધવામા આવશે તેવી તાકીદ કરી છે,પરંતુ એ જાહેરનામા બાદ એક પણ જાહેર દબાણ દૂર થયા નથી (બર્ધન ચોક તો ઠીક છે કે દબાણ નિરીક્ષકો માટે હોટ ફેવરીટ છે જ્યા અનેક કારણોસર વારંવાર પથારા ઉઠાવાય છે ફરી ગોઠવાય છે તે સિવાય) આ જાહેરનામા હેઠળ ટીપીઓ,એસ્ટેટે ઠોસ કામગીરી કરી નથી ઉપરથી ફાયરશાખાનો ઉત્સાહ એકાએક ઓસરી ગયો છે,

જાહેર માર્ગો અને સ્થળોએ જે નિયત કરેલ કે મંજુરી અપાયેલ  બાંધકામ કે સ્ટ્રક્ચર છે,તે સિવાય કોઇપણ ઓટલા,આડશ,સ્થાયી કે અસ્થાયી પતરા- પ્લાસ્ટીક કે લાકડાથી આડશ કરવાની મનાઇ છે તેમ છતા શહેરમા મોટાભાગના દરેક માર્ગો ઉપર મોટી ગલીઓમા દુકાનો મકાનો આજુ-બાજુ  અમુક તો સરકારી કચેરીઓના દરવાજા પાસે સ્થાયી કે અસ્થાયી પથ્થરના કે પતરાના કે ઓટલાના દબાણ ઠેર ઠેર જોવા મળે છે,

ઉપરાંત તાજેતરમા જ શોપીંગ સેન્ટરોના પાર્કીંગના દબાણ ખુલ્લા કરવા નોટીસ અપાઇ છે લો રાઇઝ કે હાઇ રાઇઝમા અગાસી તરફ જતી સીડીઓ બાથરૂમવગેરે ખુલ્લા એટલે કે લોક નહી લગાવી સહેલાઇથી આવન-જાવન થાય તે રીતે રાખવા નોટીસ અપાઇ છે,તેમજ આપતિ નિયમન ના દ્રષ્ટીકોણથી તમામ સલામતી અને તકેદારીના પગલા લેવા માટે પણ જાહેર નોટીસો વ્યક્તિગત નોટીસો હોસ્પીટલ,શાળા,ક્લાસીસ,હોટલ,રેસ્ટોરન્ટ,શોપીંગ સેન્ટર,મોલ વગેરે દરેક સ્થળો માટે અપાઇ જ છે,પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ બધી નોટીસો બાદ પગલા કોણ લે....?જાહેરનામા ભંગ સબબ સીઆર.પી.સી.હેઠળ ગુના નોંધાશે તેમ તાકીદ કરાઇ પરંતુ આવા કેસ નોંધાયા નથી તો આવી નોટીસ જાહેર કરવાનો હેતુ શુ છે તે સ્પષ્ટ થતુ નથી.

-ટીપીઓ-એસ્ટેટ નુ ગઠબંધન કમિશ્નરનેય ગાંઠતુ નથી

દબાણ નહિ કરવાનુ અને દુર કરવા ક્રીમીનલપ્રોસીજર કોડ મુજબ પગલા લેવાનુ કમિશનરનુ  જાહેરનામુ આઠ મહિના થી ધુળખાય છે,પાર્કીંગ અને સીડી અગાસી ખુલ્લા રખાવાનુ ય હાલનુ જાહેરનામુ  ધુળ ખાય છે,કેમ કે ટીપીઓ-એસ્ટેટ નુ ગઠબંધન કમિશ્નરને ય ગાંઠતુ નથી,નહિ તો જાહેર સુખાકારી અને કમિશ્નરના આદેશ ના પાલન કરાવવા રોજ બે કલાક નિયમિત કામગીરી થઇ શકે પરંતુ કરવી હોય તો....

 -પાર્કીંગ-ઓટલા ઝુંબેશ બાદ બધુ જૈસે થે...

અગાઉ ઓટલા તોડ ઝુંબેશ શરૂ થઇ હતી અને શોંપીંગ સેન્ટરોના પાર્કીંગ પણ થોડા ખુલ્લા કરાવાયેલા પરંતુ બાદમા જૈસે થે થઇ ગયુ હવે તો વધુ અને સારા ઓટલા ઠેર ઠેર થઇ ગયા છે તેમજ શોપીંગ સેન્ટરોમા પાર્કીંગ ખુલ્લા ન હોય તેવી અગાઉની ૧૮૨ ઇમારત બાદ ૮૦ થી વધુ પાર્કીંગ દબાણ સ્થળ શોધી કઢાયા છે,આ તમામ દૂર કરવા મુહુર્તની રાહ જોવાય છે,લોકોને,ટ્રાફીક નિયમનને ,રાહદારીઓને આવી બાબતોથી ખુબ જ હાલાકીપડે છે,પરંતુ તંત્ર ને કોઇ કારણોસર કામ નથી કરવુ અને કમિશ્નર પણ કદાચ જાહેર નોટીસ કે જાહેરનામુપ્રસિદ્વ કરી ભુલી જતા હશે નહી તો તેનો અમલ તો થાય ને?