જોડિયા મામલતદાર જાગ્યા, પોલીસ અને ખાણખનીજ વિભાગ ક્યારે જાગશે..?

રેતીચોરીનો છે મામલો

જોડિયા મામલતદાર જાગ્યા, પોલીસ અને ખાણખનીજ વિભાગ ક્યારે જાગશે..?
ફાઇલ તસ્વીર

Mysamachar.in-જામનગર:

જોડિયા તાલુકો રેતીચોરી મામલે કુખ્યાત બનતો જાય છે, ત્યારે રેતીચોરી પ્રકરણમાં સ્થાનિક તંત્ર પહેલેથી જ ભારે બદનામ છે. તેવામાં રેલો આવતા મામલતદારએ લાખો રૂપિયાની રેતીચોરીના બે સટ્ટા પર દરોડા પાડીને સીલ કરવાની કાર્યવાહી કરી છે,

જોડિયા તાલુકામાં રેતીની ખનીજ ચોરીનું મોટું રેકેટ છેલ્લા ઘણા સમયથી ખાણખનીજ અને ખાખી વર્દીની મીઠી નજર હેઠળ ચાલતું હોવાની અનેક વખત સ્થાનિક ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ હપ્તાખોરીના કારણે ગ્રામજનોની ફરિયાદ ગાંધીનગર સુધી ન સંભળાતા મહિલાઓ દ્વારા અગાઉ ધારાસભ્ય સામે થાળી વગાડી જોરદાર વિરોધ કર્યો હતો અને રેતીચોરીના કારણે ભાદરા, આણદા, લખતર, કુન્નડ, વગેરે ગામોના ગ્રામજનોમાં ભારે નારાજગી છે,

મળતી વિગત મુજબ જોડીયા વિસ્તારમાં રેતીચોરી મામલે રજૂઆતો અને ફરિયાદો આવ્યા બાદ મામલતદારની ટીમ દ્વારા રેતી ચોરી માટે કુખ્યાત એવા દરિયાકાંઠે આવેલા ડોબર વિસ્તારમાંથી અને જોડિયાના મફતિયાપરામાંથી લાખો રૂપિયાની રેતી ચોરીના સટ્ટા ઝડપી લીધા છે, જેનો રિપોર્ટ જામનગર કલેકટરને અને ખાણ ખનીજ વિભાગ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે. ત્યારે ખાણખનીજ વિભાગ આ સટ્ટા પર ગાર્ડ ગોઠવીને કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગણી કરી છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.