પતિને હતા સેલ્સગર્લ સાથે આડાસંબંધ, પત્નીએ ગુપ્ત ભાગમાં ભરાવી દીધું મરચું !

પતિ-પત્ની ઔર વોહનો અનોખો કિસ્સો

પતિને હતા સેલ્સગર્લ સાથે આડાસંબંધ, પત્નીએ ગુપ્ત ભાગમાં ભરાવી દીધું મરચું !

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં પતિ-પત્ની ઔર વોનો એવો કિસ્સો સામે આવ્યો છે જે ભાગ્યે જ બન્યો હશે. અહીં વાડજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિની ગર્લફ્રેન્ડ સાથે એવો બદલો લીધો કે તે આજીવન યાદ રાખશે. ગર્લફ્રેન્ડે ત્રણ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પતિ સાથે સંબંધ રાખવા બદલ અન્ય ત્રણ મહિલા સાથે મળી પત્નીએ યુવતીનું અપહરણ કર્યું, ત્યારબાદ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી માર માર્યો, એટલું જ નહીં ગુપ્તભાગમાં મરચાની ભૂકી પણ ભભરાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. 

સમગ્ર બાબતની વિગત એવી છે કે વાડજ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી નારણપુરામાં એક કપડાની દુકાનમાં સેલ્સગર્લ તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન દુકાનના માલિક અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. યુવતીએ નોકરી બદલાવી દીધા બાદ પણ બંને વચ્ચે સંબંધ યથાવત રહ્યાં, જો કે આ વાતની જાણ દુકાન માલિકના પત્નીને થઇ ગઇ. બાદમાં દુકાન માલિકની પત્નીએ અન્ય મહિલા સાથે મળી યુવતીનું અપહરણ કરી એક મકાનમાં લઇ ગયા, જ્યાં સેલ્સગર્લના કપડાં કાઢી માર મારવામાં આવ્યો, ત્યારબાદ ગુપ્તભાગમાં મરચાની ભુક્કી ભરી દીધી તથા પતિ પાસેથી 50 લાખના કપડા લીધા છે તેમ કહીને વીડિયો પણ બનાવડાવ્યો હતો. આખરે પતિને ફોન કરી બોલાવતા તેણે સેલ્સગર્લને મુક્ત કરાવી હતી. બાદમાં સમગ્ર ઘટના અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.