ગેરકાયદેસર બાંધકામ મુદે  થોથવાતા ATPO

કડક પગલા તો લેવા છે પરંતુ....

ગેરકાયદેસર બાંધકામ મુદે  થોથવાતા ATPO

Mysamachar.in-જામનગર:

જામનગરમા અમુક આસામીઓ દ્વારા થયેલા અને થઇ રહેલા ગેરકાયદેસર બાંધકામ મુદે એક ઇન્ટરવ્યુમા ATPO થોથવાતા જોવા મળ્યા હતા, જેથી એક તરફ ગે.કા. બાંધકામથી દબાણ થાય બીજી તરફ "દબાણ" હેઠળ કામ કરી રહેલા અધીકારીઓ અનેક કારણોસર પગલા લઇ શકતા નથી, વળી છેલ્લા બે વર્ષમા ૨૦૦ જેટલા ગે.કા. બાંધકામ અંગે જાણકારી બહાર આવે છે, ખરો આંકડો તો એથી વધુ હોઇ શકે તેમાંથી માત્ર આઠ જ બાંધકામ દૂર કરાયા છે,

જ્યારે બહુચર્ચિત એવા હીરજીમિસ્રી રોડ પરનુ બાંધકામ,દયારામલાયબ્રેરીનુ બાંધકામ રણજીતસાગર રોડ પરનુ દુકાનોનુ બાંધકામ, હર્ષદમિલની ચાલી પાછળનુ બાંધકામ તેમજ અમુક શંકાસ્પદ કમ્પ્લીશન સહિતના મુદા ATPO સાઇડલાઇન કરી રહ્યા હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દેખીતુ છે તેના બે કારણો હોય ઉપરથી પ્રેસર અથવા તાજેતરમા જેમ ઓડીયો રીલીઝ થઇ હતી તેના છાંટા આપણે ક્યાક ના ઉડે.. આવા સંજોગોમા બેફામ બનેલા ગેરકાયદે બાંધકામ દબાણ કરનારને ટીપીઓ બ્રાંચ જ પગલા ન લઇ આડકતરૂ પ્રોત્સાહન આપે છે, તેવી ચર્ચાઓ કોર્પોરેશન વર્તુળમા થાય છે. ઉલ્લેખનીય છે કે tpo  બ્રાન્ચમાં ક્યા કામમા કેટલી ઉઘરાણી થાય છે, તે બાબતે અગાઉ પુર્વ ટીપીઓએ વિસ્ફોટ કર્યો જ હતો. અને તેમાં નામજોગ કહ્યું હતું કે મારા કરતા વધુ  ભાવ અત્યારે (જયારે પૂર્વ ટીપીઓની ઓડિયો વાઈરલ થઇ ત્યારે) લેવાતા હતા.