એક જ પરિવારના પાંચ સભ્યોએ શા માટે ઓઢી મોતની ચાદર

સમગ્ર ગુજરાતમાં ચકચાર

એક જ પરિવારના પાંચ સભ્યોએ શા માટે ઓઢી મોતની ચાદર

Mysamachar.in-જામનગર:

આર્થિક સંકડામણ માણસને કેટલી હદે પાયમાલ કરી નાખે તેનો એક કિસ્સો આજે જામનગરમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સામે આવેલ સામુહિક આપઘાતના આ કિસ્સાએ ભારે ચકચાર મચાવી દીધી છે,

જામનગરના કિશાનચોક મોદીવાડા વિસ્તારમાં એક જૈન વાણીયા પરિવારે આર્થિક સંકડામણથી કંટાળીને મોતને વહાલું કરી લીધાનું સામે આવ્યું છે,જેમાં મૃતકના પિતા ઉપરના રૂમમાં સુતા હોવાથી તેમનો બચાવ થયો છે,બાકી એ સિવાયના તમામ સભ્યોએ ઝેર પી ને મોતની ચાદર ઓઢી લીધી છે,

આજે વર્ષ ૨૦૧૯ નો પેહલો દિવસ છે,ત્યારે વર્ષ ના પ્રથમ દિવસે જ સમગ્ર ગુજરાતમાં અરેરાટી ફેલાવી દે તેવી સામુહિક આપઘાતની ઘટના જામનગરના કિશાનચોક નજીક મોદીવાડમા મોર ભુવન નામના મકાનમાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે,કંદોઈ કામ કરતાં દીપકભાઈ સાકરીયાના આખાય પરિવારે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા મામલો આજે સવારે સામે આવ્યો હતો,

બનાવમાં પોલીસને જે રીતે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે મૃતક દીપકભાઈ સાકરીયા કંદોઈકામનો વ્યવસાય કરતાં હતા અને તેવોએ જે મકાનમાં આપઘાત કર્યો છે,તે મોરભુવન નામનું મકાન લોન પર હતું,ઉપરાંત માતાની બીમારી સબબ દરમાસે મોટો ખર્ચ થતો હોય તેની સામે આવક્ ખુબ મર્યાદિત હોય જેથી દીપકભાઈ સાકરીયા છેલ્લા કેટલાય સમયથી ખુબ મોટી આર્થિક સંકડામણ અનુભવતા હોય અંતે કંટાળી જઈને ગતરાત્રીના દીપકભાઈ સાકરીયા-ઉ.વ.૪૦,આરતીબેન દીપકભાઈ સાકરીયા ઉ.વ. ૩૭,કુમકુમ- ઉ.વ.૧૦,હેમલ-ઉ.વ.૫,અને જયાબેન પન્નાલાલ- ઉ.વ.૭૦ આમ પરિવારના પાંચેય સભ્યોએ ઝેરી દવા પી લેતા તમામના મોત નીપજ્યા છે,

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહીત એસ.પી.,ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી,

મૃતક દીપકભાઈના એક ભાઈ રાજકોટ આશ્રમમા રહે છે,તેમજ તેમના પિતા પન્નાલાલજયારે પરિવારે સામુહિક દવા પી આપઘાત કર્યો ત્યારે તેવો ઉપરના રૂમમાં હોવાથી આ પરિવારના બે સભ્યોનો આબાદ બચાવ થયો છે,જયારે પતિ પત્ની,બે બાળકો અને દીપકભાઈની માતા આમ તમામ પાંચેય સભ્યોના મોત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.