કોંગી કોર્પોરેટર એ શા માટે કરાવ્યો ટકો...

હવનવિધિ પણ કરાવી..

કોંગી કોર્પોરેટર એ શા માટે કરાવ્યો ટકો...

mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરડબ્બામા છેલ્લા ૩ વર્ષમાં ૨૧૨૦ ગૌવંશ ના મોતને મામલે કોંગી કોર્પોરેટર દેવશી આહીર છેલ્લા કેટલાય સમયથી લડત આપી રહ્યા છે અને દેવશી આહીર નો આક્ષેપ છે કે ઢોરડબ્બામા તો ગૌવંશને અપૂરતો ખોરાક સહિતની અસુવિધાઓ તો છે જે  પણ પશુઓના મોત બાદ તેની દફનવિધિ પણ યોગ્ય રીતે મનપા દ્વારા ના થતી હોવાનો આક્ષેપ શાશકો સામે કરવામાં આવ્યો છે,ત્યારે આજે દેવશી આહીર એ લાલબંગલા સર્કલ ખાતે મોતને ભેટેલા પશુઓના આત્માની શાંતિ અર્થે હવન અને જાહેરમા જ મુંડન કરાવી અને હૈયાવરાળ ઠાલવી હતી..