જામનગરના અમુક બિલ્ડરોએ મોટા પ્રોજેક્ટ સ્થગિત કરી દીધા..શા માટે..?
જમીનના અનેક પ્રકરણ રાજ્યકક્ષાએ પહોંચે ત્યારે

Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા અને પેરીફેરીમા જ્યા-જ્યા નજર પડે ત્યા સુધીની લગડી જમીનો ધણી ડાયરેક્ટ અને ઇન્ડાયરેક હોય તેવા અમુક બિલ્ડરો એક તરફ રીયલ એસ્ટેટ ક્ષેત્રની મંદીના કારણે ખેંચતાણ અને જરુરી ફાઇલોક્લીયર કરવામા ધરમ-ધક્કાથી બળાપા કાઢી રહ્યા છે,તો અમુક ના તો મંજુરી પ્રકરણો જે કેન્દ્ર સરકાર સુધી લાગુ પડતા હોય તે તો સાવ ફસાયા હોવાનું જાણવા મળે છે,જો કે જેઓએ ગત વિધાનસભા ચુંટણી વખતે મન મુકી ને "રોકાણ"કર્યુ છે,તેમને જલસા જ છે આ જ નહી તો કાલ ફાઇલો ક્લીયર થઇ જશે,
જોકે સૌથી વધુ મરો થયો છે સેકન્ડ કેડર અને થર્ડ કેટર ડેવલપર તેઓ બાંધકામમા મલાઈ ભાળી ગયા બાદ વેંચાણ તો ઠીક અપેક્ષા મુજબ બુકીંગ પણ ન થયા હોય હવે મૂંઝારો અનુભવે છે,બીજી તરફ હાલ એક તો કોર્પોરેશન સહિત સરકારી વિભાગોના કામોમા મંદી છે (હા રોડ ડેવલપનો જે મોટો કોન્ટ્રાક્ટ એક મોટા માથાએ દ્વારકા જિલ્લામા મેળવી લીધો તેના આશ્રીતો કમાશે) નહી તો સરકારી કામો શરૂ કરી."પોતાનુ" કરી લેવા વાળા સક્રિય રહે છે.
હાલ છેલ્લા બે વર્ષમા આરોગ્ય ક્ષેત્રના કામ કરનારાઓને બખ્ખા છે જો કે એ ખુબ માનીતા લોકો છે જે જુજ છે અને તેમના કામના ખાસ ઇન્પેક્શન પણ થતા નથી,બીજી તરફ જેમને જંગી રોકાણકર્યુ છે ખાસ કરીને જામનગરની ચોતરફની જમીનોમા તેની જમીનો ક્લીયર થવામા અનેક કારણસર વિલંબ થાય છે,અમુક બિનખેતીની ફાઇલો પેન્ડીંગ છે,કેમકે ડીડીઓ અને કલેક્ટર બંને કડક છે ( જો કે અમુક નિયમીત આ કચેરીના પગથીયા ઘસતા રહે છે) ઉપરાંત કોર્પોરેશનની ટી.પી. સ્કીમથી થનારા પરોક્ષ લાભ માટે અમુકમાથા રાહ જોઇ રહ્યા છે,એકંદર રીયલ એસ્ટેટના સમીક્ષકોના જણાવ્યા મુજબ બીલ્ડર લોબીના અગ્રણીઓએ હાલ મોટા પ્રોજેક્ટ સ્થગીત રાખી સલવાયેલો માલ ક્લીયર કરાવવામા પડ્યા હોવાનું પણ સુત્રો જણાવે છે,
ગાંધીનગર પણ કામ થઇ જ જાય એવુ નક્કી નહી..
જમીનના અનેક પ્રકરણ રાજ્યકક્ષાએ પહોંચે ત્યારે સ્થાનીક નેતાની ઓથ હોય પરંતુ જેના વિભાગનુ કામ હોય તેવા મંત્રી આડા ફાટે તો.પ્રકરણો પેન્ડીંગ રહે પરત પણ આવે તો વળી અમુક ચબરાક ડેવલપર ગાંધીનગરમા અમુક લોકોને ભાગીદારી જેવી સારી ઓફર કરવામા માહીર છે,તેનુ ચાલ્યા રાખે છે,કેમ કે તેવા અતિ સદ્વરની નીચે પાંચ પચ્ચીસ નાના મોટા અનેક નભતા હોય તેઓ આ મોટાના નાણા ફેરવતા હોય છે.તેમાંથી નફો રળતા હોય જે નફામા અનેકના દૂર દૂર સુધી હિસ્સા હોય છે જે સમગ્ર વ્યવહારો ખુબ જ ખાનગી રીતે અને વિશ્ર્વાસથી ચાલ્યા રાખતા હોય છે.