ફાયરસેફટી મુદે ગોકળગાય ગતિ પાછળ ભેદી "ગોઠવણ"નુ રહસ્ય 

કામગીરી કરવામાં રુચિ નથી કે પછી જાણીજોઈને..?

ફાયરસેફટી મુદે ગોકળગાય ગતિ પાછળ ભેદી "ગોઠવણ"નુ રહસ્ય 

Mysamachar.in-જામનગર:

જામનગરમા ફાયરસેફટી ના મુદે થઇ રહેલી કામગીરીને સમીક્ષકો જુદી જુદી રીતે મુલવે છે,ત્યારે સાવ ધીમી એટલે કે ગોકળગાયની ગતિ એ ચાલતી કામગીરી અનેક આશંકા પ્રબળ બનાવે છે,જે માટે કોર્પોરેશન વર્તુળથી માંડી લાભાર્થી સુધી દરેક પાસેથી જુદી જુદી તરેહ તરેહ ની વાતો જે ચર્ચાસ્પદ છે...તેવી જાણવા મળે છે અને ભેદી રહસ્ય હોવાનુ સુત્રો જણાવે છે,કેમકે નહી તો આ તો લોકોની જાન માલની સલામતી ને લગતો મુદો છે,તેની સુવિધા માટેની કામગીરીમા ઢીલી નિતિ કેમ ચાલે છે? તેવો પ્રશ્ર્ન લોકોમા એટલે ઉઠ્યો છે કે એક તો કહેવાતી ઝુંબેશ માત્ર સાડા નવસો નોટીસ આપી ને તંત્ર બેસી ગયુ હવે જ્યારે નોટીસ અપાઇ છે,તેમાંથી માત્ર પંદરથી વીસ ટકા લોકોએ જ ફોર્મ લેવા આવ્યા તેમાંથી અડધાએ ફી ભરી અને તેમાંથી અડધાને એનઓસી અપાયા છે આટલી ધીમી કામગીરી છે,જે દોઢેક મહિનામા માંડ-માંડ થઇ છે

દરેક હાઇ અને લોરાઇઝ દરેક શાળા દરેક કોલેજ દરેક ક્લાસીસ દરેક હોટલ દરેક રેસ્ટોરન્ટ દરેક શોપીંગ સેન્ટર દરેક કારખાના દરેક હોસ્પીટલ વગેરે તમામમા ભારત સરકારની સુચના અને સુપ્રિમ કોર્ટના ડાયરેક્શન મુજબ તેમજ રાજ્ય સરકારના આદેશો મુજબ એટલે કે ફાયર સેફટી એક્ટ,ડીઝાસ્ટર મેનેજમેન્ટ્સ ની જોગવાઇઓ મુજબ ISIમાર્કવાળા જ ફાયર સેફટી સાધનો કે સીસ્ટમ વસાવવા છે જે ફરજીયાત છે,તેમજ ઇમરજન્સી એન્ટ્રી અને એક્ઝીટ ફરજીયાત છે ઉપરાંત બાંધકામ કે જગ્યા ટાઇટલ ક્લીયર મજબૂત બાંધકામ વગેરે બાંહેધરી આપવાની છે આવી તો અનેક જોગવાઇઓ લોકોના જાન માલની સુખાકારી માટે અને સલામતી માટે પાળવાની છે તંત્ર એ ફરજ પાડવાની છે,તેમજ આ તમામ બાબતોની તાલીમ બધા ને ફરજીયાત આપવાની છે,પણ સમગ્ર ખેલ શું ચાલી રહ્યો છે તે લોકોને પણ ગળે ઉતરતો નથી.

નોટીસ આપવાનુ બંધ.....!!!

એક તો માત્ર સાડા નવસો નોટીસ આપીને તંત્ર બેસી ગયુ અને નોટીસ બાદ પણ ખાસ કંઇ ફાયર એનઓસી લેવા તડાકો નથી પડ્યો તે તંત્રની અને ખાસ કરીને ફાયર વિભાગની  નિષ્ફળતા જાહેર કરે છે,ખરેખર જામનગરમા હોસ્પીટલ,હોટલ,ક્લાસીસ,શોપીંગ સેન્ટર,શાળાઓ,જાહેર વાડી હોલ વગેરે મળી કુલ ત્રણ હજાર થી વધુ થાય છે તો નોટીસ ઓછી કેમ?  શા માટે તંત્રએ નોટીસ આપવાનુ બંધ કરી દીધુ છે?