નક્કર કામના બદલે તકલાદી અનેક  રોડ બનાવવા થનગનતુ જામ્યુકો

સ્વપ્રસિદ્ધિનો મોહ શા માટે ઓછો થતો નથી

નક્કર કામના બદલે તકલાદી અનેક  રોડ બનાવવા થનગનતુ જામ્યુકો
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in:જામનગર:

જામનગરમા એક તરફ પાણી, સફાઇ, સ્ટ્રીટલાઇટના પુરતા ઠેકાણા નથી અને કોર્પોરેશનને સીધા જ રોડ બનાવવાના અભરખા જાગ્યા છે, બીજી તરફ જામનગરના કોઇ રોડ ત્રણ વર્ષથી વધુ ટક્યા નથી, અત્યાર સુધી દોઢ દાયકામા ૭૦૦ કરોડથી વધુ નાણા રોડ અને ઓવરબ્રીજ  અંડરબ્રીજમાં નંખાયા છે પરંતુ તમામની મજબુતાઇ કેટલી તે સવાલ તો છે જ ને..? છતા નવા રોડ બનાવવાના કોર્પોરેશનને અભરખા જાગ્યા છે, અને નાણા કોઇ સિમિત લોકોના લાભ માટે ખર્ચવા થનગને છે,

એક તો પગારના પુરતા નાણા નથી અને વિકાસ કામની ગ્રાન્ટ સરકાર પુરતી આપતી નથી અને અનેક બીલ પેમેન્ટ થયા વગર અટવાયેલા છે, બીજુ અરીસા જેવા રોડ બનાવવાના બદલે જેવુ તેવુ કાર્પેટીંગ થઇ રહ્યાનું ચર્ચાઈ છે,  જે છ આઠ મહીના ટકી જાયતો ચુંટણી જતી રહે આવી અનેક બાબતો છે જે રોડ બનાવવાના બણગાને વાહિયાત સાબિત કરે છે,અને હવામા વાતો જેવી જાણકારો ગણે છે


વળી ચુંટણી નજીક હોય રઘવાયા બનેલા પદાધીકારીઓ અમુક અધીકારીઓને સાથે સાંકળી જનતા સમક્ષ મોટી મોટી વાતો મુકે છે જે મુંગેરી લાલના હસીન સપના જેવા અને શેખચલ્લીના ચુટકુલા જેવી લાગે છે, અને ખુબી એ છે કે ભંડોળ ફીઝીબીલીટી પોસીબીલીટિ વગેરે જોયા વગર લોકો સમક્ષ ઠાવકા થવા કાંતો અધુરા કામો પદાધીકારી ગણાવી રહ્યા છે, તેના જ પગલે એક અધીકારી મસમોટી "જાહેરાતો" કરવામા નેતાઓની સુચનાથી પટપટતા કે પટપટાવતા વિકાસ કાર્યોના ગાણા ગાવા માંડ્યા છે,

શાસકોના સહિયારા દરેક પ્રકારના લાભ માટે જ ચોક્કસ કામોની યોજના છે જેથી બહોળા જનસમુદાયને નહી સિમિત લોકોનો ફાયદો છે માટે એ ફાયદામાંથી કંઇક છડવા પડે તો છડી રહ્યા છે અને અત્યારથી "મસ મોટી જાહેરાતો માટે " કંઇક ને કંઇક પ્રકારે ઘસાઇ રહ્યા છે, માટે ગાણા ગવાય છે તે તમામ કામ થાય અને સાત લાખની વસતીને વ્યાપક ફાયદો થાય તેવા જો દરેક કામ કરી શકવાની પ્રમાણીક હામ દેખાડવા અમુક જાણકારોએ પડકાર ફેંક્યો છે અને નોટંકી બંધ કરી સાચી દિશામા તબક્કા વાર કામ કરવા સ્વાર્થ છોડવા સલાહ આપી છે.