જિલ્લામા લોસ સાથેની પુરતી પાણી  સપ્લાયની તમામ વિગત જાહેર કેમ કરાતી નથી?

પાણી,ઘાસની છુપાવાતી  સાચી વિગતો

જિલ્લામા લોસ સાથેની પુરતી પાણી  સપ્લાયની તમામ વિગત જાહેર કેમ કરાતી નથી?

Mysamachar.in-જામનગર:
 
જામનગર જિલ્લામાં અછતની સ્થિતિ વચ્ચે તંત્રને સાચા આંકડાઓ જાહેર કરવામા શું વાંધો આવે છે,તે સમજાતું નથી.,માહિતી અધિકારના જમાનામાં કોઈ વિગતો જો તંત્રના ધારે તો છાની રહી શકે તેમ નથી,છતાં જામનગર જિલ્લામાં પાણીની સ્થિતિ અંગેનું ચોખ્ખું ચિત્ર રજુ કરવામાં તંત્રને શું દાખલો પડતો હશે,જામનગર જિલ્લાની પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને દર અઠવાડીયે યોજાય છે,.પરંતુ જામનગર જિલ્લાની હાલની ખરેખર વસતી ( માત્ર ૨૦૧૧ ની વસતી ગણીને જ નહી)  મુજબ પાણીની અને ઘાસની કેટલી ડીમાન્ડ છે તે વિગત સાર્વજનિક કરાતી નથી જેથી પ્રજાજનોને સાચી વિગત જાણવા મળતી જ નથી જેથી લોકોમા એક તરફ હાલાકી બીજી તરફ કચવાટ છે.
 
એક તરફ એવુ કહેવાય છે કે જરૂરિયાત કરતા વધુ પાણી વિતરણ થાય છે.વળી સૌથી મોટી બાબત એ છે કે જ્યા જ્યા બે દિવસે,ત્રણ દિવસે,ચાર દિવસે કે પાંચ દિવસે પાણી વિતરણ થાય છે અને રોજ વિતરણ નથી થઇ શકતુ તો એ મુજબ બે ગણુ કે ત્રણ ગણુ કે ચાર ગણુ  પાણી વિતરણ થાય છે કે કેમ તે લોકો માટે જાહેર થતુ હોય તેવુ પત્રકો ઉપરથી ફલીત થતુ નથી નહી તો રોજની જરૂરિયાત દર્શાવવાનો મતલબ રહેતો નથી.
 


જે આકડાકીય માયાજાળ સર્જાય છે તે જાહેર  થયા મુજબ જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત ૫૬ એમ.એલ.ડી.ની છે.જેમાથી હાલ નર્મદામાંથી ૫૮ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૫.૫૦ એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી ૩.૦૦ એમ.એલ.ડી. આમ કુલ ૬૬.૫૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરીયાત ૧૧૮.૨૦ એમ.એલ.ડી.ની છે.જેમાંથી હાલ નર્મદામાંથી ૬૪.૧૦ એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી ૬૫.૫૦ એમ.એલ.ડી. આમ કુલ ૧૨૯.૬૦ એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ ૨૦ ગામ અને ૪૫ પરા વિસ્તારમાં કુલ ૧૫૯.૫૦ ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે
 

 
તમામ લોસની પુર્તિ થતી નથી ને વધુ વિતરણનું ગૌરવ.!
 
જાહેર થયા મુજબ ૨૧ એમએલડી વધુ વિતરણ થાય તો પણ ગ્રામ્યની જરૂરિયાત ૫૬ એમએલડી મા ૨૦ થી ૩૦ ટકા લાઇન લોસ ગણીએ તો ૧૬ એમએલડી પાણી વધુ આપવુ જોઇએ તેની સામે ૧૦ એમએલડી  જ પાણી વધુ અપાય છે,.અને શહેરોની જરૂરિયાત ૧૧૮ એમએલડી સામે ૧૨૯ એમએલડી પાણી વિતરણ કરી ત્યા પણ દસ ટકા જ લાઇન લોસની ઘટ પુરાય છે હજુ ૫ થી ૧૦ એમ.એલ.ડી. ની લોસ ઘટ રહે જ છે તેનુ શું ? જરૂર કરતા વધુ પાણી આપવાનુ ગૌરવ લેતુ તંત્ર સ્થળ ઉપર તપાસ કરે તો જ ખાત્રી થાય કે લોકો સુધી જોઇએ છે તે પાણી પહોંચે છે? તંત્રને જાણ જ હશે કે લોસ એડજેસ્ટ કરવા જરૂરીયાત ના ૨૦ થી ૨૫ ટકા પાણી વિતરણ કરવુ જ પડે એ કંઇ ગૌરવની બાબત નથી ટેકનીકલ એડજેસ્ટમેન્ટ છે.

 

પશુઓના ચારા પાણી માટે દર-દર ભટકતા પશુપાલકો..
 
સામાન્ય રીતે પશુઓને રોજ પંદર કીલોથી એક મણ જેટલો ચારો તો સહેજે જોઇએ અને ૩૦ થી ૪૦ લીટર પાણી પણ દરરોજ જોઇએ ત્યારે મીટીંગમા કુલ પશુઓની સંખ્યા,તેમની ચારાની વ્યવસ્થા,સરકાર દ્વારા વધુમાં વધુ કેટલી સપ્લાય ચારાની અને પાણીની કરી શકાશે?તે બાબતો સ્પષ્ટ કરાતી નથી.બીજી તરફ ઘાસ અને પાણી ફાળવવામા માત્ર દુધાળા પશુ જ ગણાય છે ત્યારે કુલ બંને જિલ્લાનુ સાત લાખ જેટલુ પશુધન છે તેના માલીક એવા માલધારીઓ એ તેમના માલઢોરની જરૂરીયાત માટે દર દર ભટકવુ પડે તેવી વેદના પણ જોવા મળી રહી છે,