એક પણ પરવાનો અપાયો ન હોવા છતા નગરમા હજારો રેકડી પથારા કેમ?

શાકમાર્કેટમાં લારીઓ પકડ-છોડનું નાટક

એક પણ પરવાનો અપાયો ન હોવા છતા નગરમા હજારો રેકડી પથારા કેમ?

Mysamachar.in-જામનગર:

જામનગરમા કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા હરતી ફરતી રેકડી કેબીનને છુટક પરવાનો નિયમોને આધીન રહી આપવાની જોગવાઇ હોવા છતા એક પણ પરવાનો અપાયો નથી...  છતા નગરમા ઠેર ઠેર લારી  ગલ્લા  કેબીનોની માયાજાળ કેમ પથરાયેલી છે? તેમજ કોર્પોરેશનના તમામ પદાધીકારીઓ અધીકારીઓ પ્રજાપ્રતિનિધીઓ નિયમીત આ દબાણ જુએ છે છતાય કંઇ પગલા લેવાતા નથી, એક અંદાજ પ્રમાણે ત્રણ હજારથી વધુ રેંકડીઓ બે હજારથી વધુ કેબીનો પાંચ હજારથી વધુ પથારા મેઇન બજારોમા, ફુટપાથ ઉપર, સોસાયટીઓમા, મુખ્ય ચોકમા, મેઇન વિસ્તારો અને મોટા રોડ જંક્શન પાસે, શોપીંગ સેન્ટરો પાસે, મંદિરો પાસે, મોટી ગલીઓમા,સરકારી અને ખાનગી કચેરીઓ આજુબાજુ જમાવટ કરી ગયા છે,

તેમજ ચૌદ તો નો હોકીંગ ઝોન છે અને હાઇકોર્ટનો તે માટે હુકમ છે છતા શહેરમા પાલન ન કરાવી શકતુ કોર્પોરેશન જરા પણ શરમાતુ નથી હા,ખુબી અને આશ્ર્ચર્ય એ છે કે વારંવાર એકલ દોકલ રેકડી પથારા પકડી જાંબાંઝીના પ્રદર્શન કરતા એસ્ટેટવિભાગના ઝાબાઝ બાકીના દબાણ ને ટચ પણ નથી કરતા તેના અનેક સબળ કારણો છે.

-ઢાંક પીછોડા કરનાર તમામને લાગો ટકો મળે છે

સમગ્ર ખેલને નજીકથી જાણનારાઓનુ માનીએ તો જેમને આ બાબતે પગલા લેવાનુ સીધી રીતે લાગે વળગે છે તેઓની સમૃદ્ધી જે દોરામાંથી રાંઢવા જેવી થઇ છે, તેનુ કારણ આ દરેક દબાણ નુ રક્ષણ ફંડ મળે છે તે છે તેમજ તેમાંથી તેના આકાઓ જે કોર્પોરેશનની અંદર અને બહાર છે તે સૌને હિસ્સો પહોંચે છે તેવા આક્ષેપ પણ થાય છે નહી તો પગલા લેવાય જ ને તેમ પણ દલીલ થાય છે આ સમગ્ર રેકેટમા ખાનગી લોકો પણ સંકળાયેલા હોવાનુ અને તેમના દ્વારા જ નિયમિત કલેક્શન થાય છે, તેમ પણ જણાવાય છે જે અંગેના ઓડીયો પણ વાયરલ થયા છે આમ સમગ્ર પણે શહેરીજનોની અડચણ દુ્ર કરવાના બદલે પોતાના ગજવા ભરનાર લાજતા પણ નથી તે નગરજનોની કરૂણતા નહી તો બીજુ શુ તેમ પણ આ અંગેના આક્ષેપ કરનારાઓ ઉમેરે છે.