જામનગરમાં પોલીસે શા માટે કર્યો લાઠીચાર્જ...જુઓ VIDEO

VIDEO જોવા ક્લીક કરો.

mysamachar.in-જામનગર 

જામનગરના બર્ધનચોક સિંધી માર્કેટ નજીક આજે ટોઈંગવાન વાહનો ઉપાડવા માટે ગયું હતું,ત્યારે વેપારીઓ અને પોલીસ વચ્ચે વાહન ઉપાડવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને વેપારીઓ પર પોલીસે હાથ ઉપાડ્યાનો આક્ષેપ પણ થઇ રહ્યો છે,તેવામાં જોતજોતામાં વેપારીઓનું ટોળું પોતાની દુકાનો બંધ કરી અને દરબારગઢ પોલીસ ચોકી ખાતે પહોચ્યું હતું,અને ત્યાં ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ દ્વારા અચાનક હાજર ટોળાને વિખેરી નાખવા લાઠીચાર્જ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા,આ ઘટનાને પગલે જામનગરના વેપારી આલમમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો છે,કઈ રીતે પોલીસે વીંઝી લાઠીઓ.. જુઓ વિડીયોમા..