જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પસંદગી કેમ્પરદ કરવાની ફરજ શા માટે પડી..?

“શિક્ષણ જગતમાં એક જ ચર્ચા”

જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પસંદગી કેમ્પરદ કરવાની ફરજ શા માટે પડી..?

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે,અને તેનો ચાર્જ જીલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા પાસે છે,ત્યારે જેમની જવાબદારી શિક્ષકોની અને આચાર્ય સહિતના સ્ટાફની ભૂલો સુધારી અને જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેની છે, જેના શીરે આવી મહત્વની જવાબદારી હોય તે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જ ભાંગરા વાટે તો...અને એ પણ એક વાર નહી બે-બે વાર....

વાત એવી છે કે જામનગર જીલ્લા પંચાયત શિક્ષણ વિભાગ હેઠળની જામનગર તાલુકાની શાળાઓને અન્ય શાળાઓમાં મર્જ કરી દેવાનો નિર્ણય લેવામાં આવતા મર્જ કરવામાં આવેલ શાળાઓના ૮ શિક્ષકો અને ૭ સીઆરસી કો-ઓર્ડીનેટરને અન્ય શાળાઓમા મુકવા માટેનો એક કેમ્પ ગત ૧૨ જુલાઈના રોજ એક જ દિવસે પહેલા શિક્ષકો અને બાદમાં સીઆરસી માટે આયોજિત કરી  અને તેવોને જે-તે જગ્યાએ નિમણુંકના ઓર્ડરો કરવામાં આવ્યા હતા,

આ પ્રક્રિયાને હજુ તો અઠવાડિયું જ થયું હતું ત્યાં જ ફરી એક વખત ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા ને શું સુજ્યું તેવોએ માત્ર ૭ સીઆરસીના ઓર્ડરો ફરીથી કરવા અને જુના ઓર્ડર રદ કરવા માટે બોલાવ્યા,ત્યારે કચેરીના જ અન્ય એક અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આ પ્રક્રિયા નિયમ મુજબ ના થઇ રહી હોવાનું ધ્યાને દોરતા તે દિવસનો કેમ્પ પણ રદ કરી અને ફરી તમામ ૮ શિક્ષકો અને ૭ સીઆરસી એમ કુલ મળી ૧૫ શિક્ષકોને નવા હુકમો કરવા તા.૩૦ જુલાઈના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે,ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની આ ગંભીર ભૂલ જીલ્લાના શિક્ષણ જગતમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે.શિક્ષણજગતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ૨૫ દિવસના ટૂંકાગાળામાં આ રીતે બીજી વખત  શિક્ષકો ને નિમણુંક ના કેમ્પ કરવા પડે તે બાબત પ્રાથમિક શિક્ષણાધિકારી  સામે આંગળી ચિંધનારી બની રહી છે.

-ઇન્ચાર્જ DPEO  કાગળ પર ભૂલ સ્વીકારે છે ટેલીફોનીક નહિ.

આ મામલે જેણે ભાંગરો વાટ્યો છે,તે ઇન્ચાર્જ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોડીયાની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે સમગ્ર વાતને ગોળ ગોળ ફેરવી પણ ભૂલ થયાનો સ્વીકાર ના કર્યો જયારે તેવોએ તારીખ ૨૨ જુલાઈ ના પત્રમાં પોતાની ભૂલ હોવાનો સ્પષ્ટ સ્વીકાર કરેલો છે.હવે આ ભૂલી ઈરાદાપૂર્વક થઇ છે કે કરવામાં આવી છે,?તે તો ભાંગરો વાટ્નાર અધિકારી જ કહી શકે જે વાત ને ગોળ ગોળ ફેરવે છે.