ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો શા માટે બેઠા ધરણા પર

શું છે પ્રશ્ન

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો શા માટે બેઠા ધરણા પર
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ એક જગ્યા પર લાંબા સમયથી ૧૮ પરિવારો કાચામકાન બનાવી તેના પર વસવાટ કરતાં હતા,ત્યારે થોડોસમય પૂર્વે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ સ્થળ પર ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવતા અહીના સ્થાનિકો રજળી પડ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે,ત્યારે બેઘર બનેલા લોકોને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે આજે મનપાના બે ભાજપના અને બે કોંગ્રેસના સભ્યો એ ધરણા યોજી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો,

કમિશ્નર કચેરી બહાર ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા,હુસેનાબેન સંઘાર, તો કોંગ્રેસના આનંદ ગોહિલ અને જેનબબેન ખફી પણ આ ધરણામા જોડાયા હતા,તેવોની સાથે બેઘર બનેલા સ્થાનિકો પણ જોડાયા હતા,કોપોરેટરો અને સ્થાનિકો ની માંગ છે કે તેવોને કા તો વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે અન્યથા મકાન ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ધરણામા જોડાયેલા કોપોર્રેટરો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આજના ધરણા નો કાર્યકમ માત્ર બેઘર લોકોને ન્યાય મળે તે માટેનો છે અને જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ અપાઈ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.