સસ્પેન્ડેડ,સજા પામેલ "વામન" નો "લાભ" લઇ "પાક" લણવાનો "વડા" કારસો

એક સવાલમા અનેક જવાબ 

સસ્પેન્ડેડ,સજા પામેલ "વામન" નો "લાભ" લઇ "પાક" લણવાનો "વડા" કારસો

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા વિવિધતાનો દરિયો છે..ખેલનો અખાડો છે...રાજકીય અને વહીવટી રમતોનુ મેદાન છે...અને પ્રજાના નાણાની અમુક વખતે બરબાદીની ગોઠવણનો અડીંગો છે,ત્યારે આ બધુ જાણતા અથવા થોડા સમય રહીને કોઇ  પડખે ચડી જાય તેના દ્વારા સાચુ ખોટુ જાણતા કે ઘણી વખત અધુરી માહિતીઓના આધારે કોઇ-કોઇ " વડા" પણ વહેતી ગંગામા હાથ પગ ઝબોળી લેતા હોય છે,નહી તો સસ્પેન્ડેડ કે સજા પામેલ "વામન" ને ચીપકી રહેવા માટે જહેમત શા માટે ઉઠાવે? તે સવાલમા જ અનેક જવાબ છે,

કોર્પોરેશન વર્તુળો તેમજ અન્ય જાણકાર વર્તુળોમા થતી ચર્ચા મુજબ "વડા" આ વામનની  મદદ થી જમીન વગર અને ખેતર વગર ખેતીની જમીન વગર ખેતી કરવામા પરોવાયા છે,ખેડૂત ને મોસમ લેવા વરસાદની તો ખાસ જરૂર પડે પરંતુ મનપામા "મોસમ" લેવા વરસાદની પણ જરૂર નથી,સુત્રોના જણાવ્યા મુજબ મનપાના આ "વામન" પરંતુ આઇડીયાઓમા ,સોલ્યુશન કાઢી આપવામા,જરૂર પડ્યે પ્રકરણ ટલ્લે ચઢાવવામા એમ દરેક બાબતો માટે " વિરાટ" ગણાતા અને નિવૃતિ પહેલાના જુજ દિવસો પસાર કરી રહેલા આ અધિકારી ગંભીર ગેરરીતી બદલ ૧૬ વર્ષ પહેલા સસ્પેન્ડ થયેલા (ઢોરને લગત બાબત હતી) ત્યારબાદ ત્રણેક વર્ષ પહેલા બે ઇન્ક્રીમેન્ટ પણ કપાયા અને સર્વિસ બુકમા નોંધ કરવાના આદેશ હતા,છતાં તેને ચિપકાવી રાખવાના પ્રયાસો સફળ કરવામાં આટલો રસ કેમ.?

-ખાલી પડતી જગ્યા ઉપર ચાલુ રાખવાનો કારસો..

મનપાના સુત્રોના જણાવ્યા મુજબ આ વામન નિવૃત થતા હોય જગ્યા ખાલી પડશે પરંતુ આ ખાલી પડતી જગ્યા સરકારમાંથી ભરાય નહી ત્યા સુધી વામનને કન્ટીન્યુ કરવા સતાધારી પાંખને પણ સહમત કરાવી લેવા એક અધિકારી જહેમત ઉઠાવી રહ્યા છે,દેખીતુ છે મનપાના વહીવટ કરતા અન્ય વહીવટોની ચિંતાથી જ આ જહેમત લેવાતી હોય અને તેને જહેમતના બદલે કંઇક કરવાનો કારસો જ ગણી શકાય તેવો વિશ્ર્લેષકોનો ગણગણાટ થાય છે.