તમામ હોટલોના EMERGENCY EXIT ની તપાસ કોણ કરશે?

કમિશ્નર સાહેબ જાહેરનામાં બહાર પાડી ને શું થશે..?

તમામ હોટલોના EMERGENCY EXIT ની તપાસ કોણ કરશે?

Mysamachar.in-જામનગર:

આપણે ત્યાં ફાયર સેફટીની વાતો તો હમણાં-હમણા બહુ સાંભળી અને જોઈ હશે,પણ નવું નવું નવ દી...ની કહેવત પ્રમાણે  બધું ઠરીને ઠામ થઇ ગયું હોય તેમ લાગે છે,શહેરમા અમુક હોટલ,રેસ્ટોરન્ટ,શોરૂમ વગેરેમા EMERGENCY EXIT નથી,ઉપરાંત અનેક બાબતો આપત્તિનિયમન માટે પ્રિવેન્શન ઓફ ડીઝાસ્ટર પ્રોવીઝન માટે ફરજીયાત છે,તેની તપાસ કોણ કરશે?  તેવો સવાલ અનેક  હોટલ ઇમારતો ખાસ કરીને જે પહેલા બીજા કે ત્રીજા માળે છે તે માટે ચિંતાજનક રીતે ઉઠે છે,

તમામ હોટલોના સ્ટ્રક્ચર,સ્ટેબીલીટી,સંપુર્ણ ફાયર સેફટી,ફાયર સેફટી ઓપરેશનની સ્ટાફ ટ્રેનીગ અથવા સેફટી ઓફીસર નોકરી ઉપર રાખવા,આવન જાવન.મા અડચણ ન હોવી,ઇમરજન્સી એક્ઝીટ અને ઇમરજન્સીમા રેસક્યુ માટે આવવા ઇમરજન્સી એન્ટ્રી,નજીકમા ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર કે હેવીલાઇન હોવી,ફાયર વખતે જરૂર પડે તે માટે અન્ડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ ટેન્કમા પુરતુ પાણીહોવુ, સેફટીની તમામ શરતોના પાલન કરવા,તમામ સલામતી સાધનો ISI  માર્કની જ હોવી,સલામતી વ્યવસ્થા અંગેની બાહેધરીનુ નોટરાઇઝ રજુ કરવુ,સલામતીની સુચનાઓ લોકોને દેખાય તેમ રાખવા,અગત્યના નંબર ડીસપ્લેમા રાખવા,વખતો વખત રિહર્સલ કરી લેવુ વગેરે અનેક બાબતો દરેક હોટલ મોટા રસ્ટોરન્ટ માટે ફરજીયાત છે,

હવે સવાલ એ છે કે જામનગર શહેર અને જિલ્લામા આ તમામ બાબતોના ૧૦૦% પાલન નાગરિકોની સલામતીના હિતમા કરવામા આવ્યા હોય તેવી હોટલ કેટલી છે?તે તંત્ર પણ જાણે...છતાં કેમ પગલા નથી લેતું કે પછી લેવા નથી માંગતું તેવા સવાલો ઊઠવા સ્વાભવિક છે.

 -લોકોની સલામતી માટે ખામીવાળી હોટલો,શોરૂમ તાકીદે બંધ કરાવો...

કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા નિયમોવાળા ફોર્મમા આવી તો અનેક બાબતો દર્શાવાય છે,પરંતુ તેનુ પાલન થયુ છે કે નહિ તે જોવા કોઇ જતુ નથી,ખાસ કરીને ક્લાસીસની જેમ જ દરેક હોટલમા રેસ્ટોરન્ટ મોટાધાબા ગાર્ડન રેસ્ટોરન્ટ મોટા ભાડે અપાતા હોલ દરેકમા ચેકીંગ ઝુંબેશની તાતી  જરૂર છે,હા, જ્યા તમામ ૧૦૦% પાલન થયા હોય નિયમિત રિન્યુ અને ચકાસણી  થતી હોય તેને ઉજાગર કરી બીજાને પ્રેરણા આપવી જોઇએ ,પરંતુ જે હોટલોમા  EMERGENCY EXIT પણ નથી અને સાંકડા દાદરા છે,જન સલામતી માટે બેદરકારી છે,તેના વપરાશ બંધ કરાવવા ડીઝાસ્ટર અંગે જાગૃત સંગઠનોમાંથી પ્રબળ માંગણી ઉઠી છે,નહી તો દુર્ઘટના વખતે ખુબ ચિતાજનક સ્થિતિ  થશે તેવી દહેશત અમુક લોકો ને ડરાવે છે.

-એક ઉચ્ચ અધિકારી પોતાની સરકારી ગાડી લઈને રોજ સાંજે  એક જ હોટેલમાં જાય છે,

જામનગર મનપાના એક અધિકારી લગભગ રોજ (કોઈક દિવસને બાદ કરતાં)પોતાની સરકારી ગાડી લઈને ત્રણબત્તી નજીક આવેલ એક હોટેલ ખાતે દરરોજ સાંજે લટાર મારવા જાય છે,હવે ત્યાં જઈ ને શું કરે છે તે તો તેને જ ખબર પણ જે લોકો એ રસ્તા પરથી નીકળે છે,તે સફેદ કલર અને લાલ કલરના લખાણવાળી  કાર જોઈને પૂછે છે કે સાહેબ અહી રોજ કેમ આવતા હશે..?પણ તે તો સાહેબ જ જાણે