સરકારી શાળાઓના નબળા પરિણામો D.E.O સુધારશે?

ગામડામા તો ઘણી વખત શાળા ખુલતી જ નથી.!

સરકારી શાળાઓના નબળા પરિણામો D.E.O સુધારશે?

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લાની સરકારી શાળાઓના નબળા પરિણામો D.E.O સુધારી શકશે? કેમ કે બોર્ડ પરીક્ષાઓમા એવુ કહેવાય છે કે ખાનગી શાળાઓના ૮૦%અને સરકારી શાળાઓના ૨૦% પરિણામો હોય છે,ત્યારે તે માટે ચિંતન કરવાની જરૂર છે,જિલ્લા અને શહેરની સરકારી શાળાઓમા સૌ પ્રથમ તો તમામ સ્ટાફ નિયમિત આવે તે વ્યવસ્થા કરવાની જરૂર છે,ત્યારે લાગે છે કે ડી.ઇ.ઓ.એ શાળાઓમા હાજરી અંગે ચેકીંગ કર્યુ કે કરાવ્યુ જ નથી જો શિક્ષકો પુરતા ન આવે તો બાળકો ભણે કેવી રીતે?ઉપરાંત જે શિક્ષકો ભણાવે છે તે તમામ તેમના વિષયમા નિપુણ હોતા નથી માટે જેવુ તેવુ ભણાવે છે,આ  બાબત ગુણોત્સવ કે ઇન્સ્પેક્શનો દરમ્યાન કેમ ઉજાગર થતી નથી? તે પણ સવાલ છે,..આ સિવાયની ઘણી બાબતો પરિણામો ઉપર અસરકર્તા છે જે તમામ બાબતે પગલા લઇ સુધારો લાવવા જિલ્લાશિક્ષણાધિકારી રૂચી દાખવે તે જરૂરી છે

-ગામડામા તો ઘણી વખત શાળા ખુલતી જ નથી.!

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે  તપાસ કરે તો ઘણી શાળાઓ તો અમુક-અમુક વખત ખુલતી નથી કેમ કે અપડાઉન કરનાર  જવાબદાર શિક્ષક કે આચાર્ય દરરોજ ફરજ ઉપર જતા નથી( આ નવી બાબત નથી સૌ જાણે જ છે) આવી અનેક અનિયમિતતાઓના કારણે સરકારી શાળાઓના આઠ ધોરણ સુધી પહોંચેલા વિદ્યાર્થીઓમાં થી અનેકને લખતા વાંચતા પણ આવડતુ નથી માટે તમામ પ્રકારે નિયમિતતા અને ગુણવતાયુક્ત શિક્ષણ માટે જિલ્લાકક્ષાએથી પગલા ન લેવાતા વરવુ ચિત્ર ઉપસ્યુ છે.