તળાવની પાળેથી બાળકીને ઉઠાવી જનાર એ મહિલા કોણ..જાણો..

ગુડજોબ..જામનગર પોલીસ 

તળાવની પાળેથી બાળકીને ઉઠાવી જનાર એ મહિલા કોણ..જાણો..

Mysamachar.in-જામનગર:

જામનગર ના તળાવની પાળ પર પોતાની માતા સાથે આવેલ અઢીવર્ષની બાળકી જીયા નું અપહરણ થયાની ઘટના ગઈકાલે રાત્રે સામે આવ્યા બાદ આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં અપહરણનો ગુન્હો નોંધાયા બાદ જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ ના માર્ગદર્શન હેઠળ જીલ્લાભરમાં આ ચર્ચાસ્પદ નાની બાળકીના અપહરણના ભેદને ઉકેલવા ટીમો કાર્યરત કરી દેવામાં આવી હતી,અને ખુદ એસપી મોનીટરીંગ કરી રહ્યા હતા,

ત્યારે મેઘપર પોલીસ ને બાતમી મળી કે આ સ્ત્રી જોગવડ ગામના પાટિયા નજીક છે,તેથી મેઘપર પોલીસનો કાફલો ત્યાં પહોચી જતા પોલીસે પોતાની પાસે રહેલા સીસીટીવી અને બાળકીનો ફોટો ચકાસતા આ બાળકી અપહ્યુત હોવાનું માલુમ પડ્યું હતું,જે બાદ બાળકીને જામનગરથી ઉઠાવી લાવનાર મહિલા ને આ અંગે પૂછતા તેણીએ પોતાનું નામ અલ્પા જય પટનેશ જણાવેલ અને હાલ જોગવડ ગામમાં રહેતી હોવાનું જણાવેલ અને આ બાળકીને તે જામનગરથી જ લાવ્યાની કબુલાત આપી હતી,

જે બાદ મેઘપર પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં પોતે જોગવડમા રહે છે,જયારે તેનો પતિ ખાનગી રીફાઈનરીમાં મજુરી કામ કરે છે,અને બે દિવસથી તેનો પતિ ઘરે ના આવતા તે શંકા ના આધારે જામનગર પહોચી હતી,અને પોતાના પતિ ખરેખર કોઈ અન્ય મહિલા સાથે સબંધ ધરાવે છે કે કેમ તેની તપાસ કરવા માટે આવી હતી,તે દરમિયાન તેને અઢીવર્ષની બાળકી જીયાને  રડતી નજરે પડી હતી,અને તેને લઈને તે ત્યાંથી નીકળી ગઈ હતી.આમ આ ઘટના બની હોવાનું પોલીસના સુત્રો કહે છે,અને ખરેખર આ મહિલાનો ઈરાદો શું હતો ખરેખર અપહરણ કે પછી બીજુ કાઈ તે દિશામાં પણ તપાસ લંબાઈ છે 

આમ અંતે જામનગર પોલીસની ટીમોની મહેનત બાદ ચોવીસ કલાકમાં આ અપહરણનો ભેદ ઉકેલાઈ ગયો છે,જેમાં મેઘપર પોલીસ મથકના પીએસઆઈ વાઢેર,ભરતસિંહ જાડેજા,માંડણભાઈ,ફૈઝલ ચાવડા,રાજનભાઈ,ધનાભાઇ,ક્રિપાલસિંહ,સુરપાલસિંહ,વીરેન્દ્રસિંહ,ખીમભાઈ,સલીમભાઈ સહિતની ટીમે કરી હતી.