એ કામ કરનાર મામાનો ભાણેજ કોણ ?

CMને આમંત્રણ

એ કામ કરનાર મામાનો ભાણેજ કોણ ?

Mysamachar.in-કાલાવડ:

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે રાજ્ય સરકારે ૧૪ કરોડ રૂપિયા ખર્ચીને G.I.D.C.નું નિર્માણ કરાયું છે,ત્યારે આ G.I.D.C.ના કામમાં કેવી બેદરકારી રાખવામા આવી છે તે જોવા આવવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચોંકાવનારો પત્ર લખવામાં આવતા સનસનાટી ફેલાઈ છે,

જામનગર જિલ્લામાં પછાત ગણાતા કાલાવડ તાલુકામાં કરોડોના ખર્ચે G.I.D.C.નું નિર્માણ કરીને તેની પાછળ ૧૪ કરોડ જેવી રકમ ખર્ચવા છતાં કામમાં ઘોર બેદરકારી રાખવામા આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે,

આ મામલે જાગ્રત નાગરીકે જેની પાસે ઉદ્યોગ વિભાગનો હવાલો છે,તેવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કાલાવડ G.I.D.C.માં લાઇટ,પાણીની લાઇન,કમ્પાઉન્ડ વોલ વગેરે કામોમાં કેવી વેઠ ઉતારવામાં આવી છે,તે જોવા આવવાનું ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યું છે,

ઉપરાંત આ કામ કહેવાતા મામાના ભાણેજ દ્વારા પેટામાં કર્યું હોવાનું કાલાવડમાં ચર્ચાઇ રહ્યું છે,ત્યારે  સરકારના તેમજ પ્રજાના નાણાંનો કેવો વેડફાટ કરવામાં આવ્યો છે,તે જનતા બધુ જાણે છે તેવી પત્રમાં ટકોર કરવામાં આવતા સમગ્ર કાલાવડ સહિતના પંથકમાં હોબાળો મચી ગયો છે,

આમ કાલાવડ G.I.D.C. નિર્માણ પાછળ ખર્ચમાં આવેલા પ્રજાના પૈસાનો હિસાબ આપવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરીને કામમાં સુધારો કરવાની માંગણી પણ રજૂઆતમાં કરાઇ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.