જામનગર:ICICI બેન્કના ATMમાં કોણે કર્યું ફાયરીંગ?

શું કહ્યું S.P.એ જુઓ VIDEO

Mysamachar.in-જામનગર:

જામનગર લાલબંગલા નજીક ICICI બેન્કના ATMમા આજે સવારે ફાયરીંગ થયાની ઘટના સામે આવતા ATMની નજીક કુતુહલવશ લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા,મળી રહેલી પ્રાથમિક વિગતો પ્રમાણે ATM સેન્ટરના સિક્યોરીટી ગાર્ડ દ્વારા ભૂલથી બે રાઉન્ડ હવામાં ફાયરીંગ થયાનું સામે આવી રહ્યું છે.ત્યારે પોલીસે પણ સ્થળ પર પહોચી જઈને આ મામલે તપાસ શરૂ કરી છે,ફાયરીંગને કારણે એટીએમ સેન્ટરના કાચનો ભુક્કો બોલી જવા પામ્યો હતો.હવે ગાર્ડથી ભૂલ થી ફાયર થયું કે પછી અન્ય રીતે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે,શું કહ્યું S.P. સિંઘલે તે જોવા ઉપરનો VIDEO ક્લીક કરો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.