તળાવમાં કેમિકલ ભરેલા બેરલો કોણ ઠાલવી ગયું..?

તળાવ થયું પ્રદુષિત

તળાવમાં કેમિકલ ભરેલા બેરલો કોણ ઠાલવી ગયું..?

Mysamachar.in-જામનગર:

જામનગર તાલુકાના બેડથી શાપર ગામ જવાના જૂના રસ્તા પર જાહેર તળાવની જગ્યામાં અજાણ્યા ઇસમો કેમિકલના બેરલ ઠાલવીને જતા રહ્યાનું આજે સવારે સામે આવ્યું છે,કેમિકલ ભરેલા બેરલો તળાવમાં ઠાલવી દેતા સમગ્ર તળાવ દૂષિત થઈ જવા પામ્યું છે,

તો બીજી તરફ આ બનાવે ભારે કુતૂહલ સર્જાયું છે,આ તળાવ જાણે ડમ્પીંગ પોઈન્ટ હોય તેમ અજાણ્યા શખ્સો સંખ્યાબંધ કેમિકલના બેરલો ઢગલો કરી નાસી ગયા છે,ત્યારે હજુ પણ આ તળાવ નજીક નહિ ઉઠાવાયેલા બેરલો એમનેમ કચરાના ઢગની જેમ પડ્યા હોવાનું તસ્વીરો સ્પષ્ટ કરે છે.